એચડીએફસી બેન્કે રાજકોટમાં સ્માર્ટઅપ ઝોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. સ્માર્ટઅપ ઝોન સ્ટાર્ટ-અપ્સને સમર્પિત શાખાની અંદર ખાસ જગ્યા રહેશે. સ્માર્ટઅપ ઝોન ડો. યાગ્નિક રોડની અંદર સ્થિત રહેશે. તાજેતરમાં બેન્કે ગુજરાતના અમદાવાદ, સુરત અને બરોડામાં સ્ટાર્ટઅપ ઝોનની જાહેરાત કરી
આઝોન થકી ખાસ તાલીમ બધ્ધ બેન્ક કર્મચારીઓ વેપાર સાહસિકોને તૈયાર બેન્કિંગ અને સલાહ સેવા નિવારણો આપશે. ઉપરાંત બેન્કના નવા સ્માર્ટઅપ પોર્ટલને પહોચ આપીને સ્ટાર્ટઅપ્સ આ ક્ષિતિજમાં પોતાની સેવાઓ આપવા સાથોસાથ સ્ટાર્ટઅપ્સના સંપૂર્ણ નેટવર્કનો અનુભવ અને જ્ઞાન મેળવી શકશે.
સૌ પ્રથમ સ્માર્ટઅપ ઝોન નવી દિલ્હીમાં લોન્ચ કરાયો હતો અને આવા જ ઝોન્સ પછી ભારતભરનાં ૩૦ શહેરની ૬૫થી વધુ શાખામાં લોન્ચ કરાયા હતા. જેમા સ્ટાર્ટ-અપ કેન્દ્રો તરીકે ઉભરી રહેલા ટિયર-૨ અને ૩ શહેરોનો સમાવેશ થાય છે.
રાજકોટમાં સ્માર્ટઅપ ઝોનનુું ઉદ્ઘાટન દિપક રિન્દાની અને એચડીએફસી બેન્કના સર્કલ હેડ રિયાઝ પીરભાઈ દ્વારા કરાયુ હતું. જે સમયે બેન્કના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજકોટમાં ૧૨૦ જેટલા સ્ટાર્ટઅપ છે અને તેથી આ સ્ટાર્ટઅપ્સને જરૂરી સેવાઓ પુરી પાડવાનો અને ગુજરાત રાજ્યમાં વેપાર સાહસિકતાને પ્રોત્સાહન આપાવનો પણ છે.
એચડીએફસી બેંકના સર્કલ હેડ રિયાઝ પીરભાઈએ જણાવ્યું હતું કે “એચડીએફસી બેન્કમાં અમે હંમેશા માનતા આવ્યા છીએ કે સ્ટાર્ટ-અપ્સને ભાગીદારોની જરૂરત છે, જેઓ તેમનો સાહસિક પ્રવાસ શરૂ કરવાથઈ લઈને કંપનીની વૃધ્ધિ થાય તેમ ઉત્ક્રાંતિ પામતા નિવારણો નિર્માણ કરવા સુધી મદદરૂપ થાય અમદાવાદમાં સ્માર્ટઅપ ઝોનનો લોન્ચિંગ શહેરમાં અને આખા ગુજરાત રાજ્યમાં ઈનોવેશન અને વેપાર સાહસિકતાના જોશને પોષવા માટે સંપર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય છે. અમે સ્માર્ટઅપ પ્રોડકટર શ્રેણીમાં નવીનતા લાવી છે, જેમા રોકાણકારો માટે એસ્ક્રો અકાઉન્ટ્સ અને આ ભંડોળ ઉભુ કરવા માટે આ અનલિસ્ટેડ કંપનીઓ માટે ડિમેટ શેરોનો સમાવેશ થાય છે.”
એચડીએફસી બેન્કમાં બહુમુખી અભિગમનો ઉપયોગ કરીને સ્ટાર્ટ-અપ અને ફિનટેક ઈકોસિસ્ટમની સંભાવનાઓનો લાભ લેવાનો હેતુ છે. સ્માર્ટઅપ ઝોન આવી જ એક પહેલ છે. હાલમાં બેન્કે ઈન્ડસ્ટ્રી એકેડેમિયાની જાહેરાત કરી હતી જ્યાંતે આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી રૂરકી અને આઈઆઈએમ અમદાવાદ જેવી સંસ્થાઓ ખાતે સ્ટાર્ટ-અપ્સને મેન્ટર કરવા માટે ઈન્કયુબેશન એન્ડ એન્ટર પ્રેન્યોરશિપ સેલ્સ સાથે કામ કરશે. બેન્કે ભારતની અન્ય અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં આ કાર્યક્રમ લઈ જવા માગે છે.