શ્રીલંકામાં ગત કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે સંસદમાં બુધવારે મહિંદા રાજપક્ષે સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરાયો છે. અગાઉ સોમાવારે શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિ સિરિસેનાના નિર્ણયને ફેરવી દીધો હતો અને ૫ જાન્યુઆરીએ મધ્યસ્થી ચૂંટણીની તૈયારીઓ પર રોક લગાવી દીધી હતી.કોર્ટના આ નિર્ણયથી રાનિલ વિક્રમસિંઘેને મોટી રાહત મળી છે.
નોંધનીય છે કે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેનાએ વિક્રમસિંઘેને વડાપ્રધાનના પદ પરથી બર્ખાસ્ત કરીને રાજપક્ષે વડાપ્રધાન પદ પર નિમણૂક કરી દીધી હતી.
શ્રીલંકાની ૨૫૫ બેઠક વાળી સંસદમાં આ મતદાન બુધાવારે યોજાયું હતો. સંસદે મહિંદા રાજપક્ષે વિરુદ્ધ પસાર કરેલા અવિશ્વાસ પ્રસ્તાવને ભારે મતોથી પસાર કરી દીધો છે. સ્પીકર કારુ જયસૂર્યાએ આની ઘોષણા કરી હતી કે, સંસદના મોટા ભાગના સભ્યોએ રાજપક્ષે વિરુદ્ધ મત આપ્યા છે. અગાઉ સિરિસેનાએ ૨૬ ઓક્ટોબરે રાનિલ વિક્રમ સિંઘેને પદ પરથી બર્ખાસ્ત કરી મહિંદા રાજપક્ષેની વડાપ્રધાન તરીકે નિમણૂક કરી હતી જોકે સંસદમાં રાજપક્ષેના પક્ષ પાસે બહુમતિ નહતી જેની જાણ રાષ્ટ્રપતિને પણ હતી, જેથી તેમણે સંસદના કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ ૯ નવેમ્બર સુધી સંસદને ભંગ કરી દીધી હતી.
સિરિસેનાના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમા પડકારવામાં આવ્યો હતો. જેની વિરુદ્ધ લગભગ ૧૩ અરજી દાખલ કરાઇ હતી. કોર્ટે જણાવ્યું હતું કે, સિરિસેનાનો નિર્ણય ૭ ડિસેમ્બર સુધી મોકુફ રહેશે. આ અંગે કોર્ટ અગામી મહિનામાં ચુકાદો આપશે અને રાષ્ટ્રપતિના નિર્ણય અંગે દાખલ કરાયેલી અરજીને ધ્યાન પર લેશે.