વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભાગ લેવા માટે સિંગાપોર પહોંચ્યા છે. અહીં વડાપ્રધાને ફિનટેક ફેસ્ટિવલમાં કી-નોટ ભાષણ પણ આપ્યું. વડાપ્રધાન મોદી મંગળવારે મોડી રાત્રે જ સિંગાપોર જવા માટે રવાના થઇ ગયા હતા, સિંગાપોર પહોંચતા જ તેમનું જોરદાર સ્વાગત થયું હતું. તેમણે કહ્યું, ટેક્નિકલ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક દશકાઓમાં ભારતે લાંબી છલાંગ લગાવી છે. આજે ટેક્નોલોજી ખૂબ જ વિકસી ગઈ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સિંગાપુરની ટેક્નોલોજીની મદદથી જ અમે ઓછા સમયમાં ગ્લોબલ ફાઈનેન્સ હબ બની શક્યા છે. પીએમ મોદીએ આ અવસર પર ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલ ભીમ એપ, બાયોમેટ્રિક સિસ્ટમ અને છેલ્લા ત્રણ વર્ષમાં શરૂ કરેલ નવા બેંક ખાતાઓનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મારુ સૌભાગ્ય છે ક મને અમારી સરકાર તરફથી ફિનટેક ફેસ્ટિવલમાં બોલવાનો અવસર મળ્યો છે. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ૧.૨ બિલિયન લોકોનું બાયોમેટ્રિક આઈડેન્ટિટી જનરેટ થઈ ગયુ છે. જ્યારે ૧.૩ બિલિયન લોકોનો ભારતમાં નાણાકીય સમાવેશ થયો તે ટેક્નોલોજીને કારણે જ બની શક્યુ છે.
આ ફેસ્ટિવલમાં મોદીએ જનધન યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, અમે છેલ્લા કેટલાક વર્ષમાં ૩૩૦ મિલિયન લોકોના ખાતા નવા ખોલ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૨૦૧૪ સુધીમાં ભારતમાં ૫૦ ટકાથી પણ ઓછા લોકો પાસે પોતાના બેંક એકાઉન્ટ હતા. આજના દિવસમાં ભારતમાં લગભગ બધા જ લોકોના બેંકમાં એકાઉન્ટ છે. આજે ભારતમાં બાયોમેટ્રિક આઈડેન્ટિટી, નવા બેંક એકાઉન્ટ્સ, સ્માર્ટફૅોન્સની મદદથી વિશ્વનું સૌથી મોટુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયુ છે. પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકાર જ્યારે આવી ત્યારે અમારો ફક્ત એક જ હેતુ હતો કે બધાનો વિકાસ થવો જોઈએ. જેથી અમે તેમની મદદથી દરેક નાગરીકના જીવન સ્તરને સુધારી શકીએ.