નેહરૂની નીતિઓના કારણે આજે ચા વાળો પીએમ છે : શશિ થરૂર

663

કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે એક કાર્યક્રમ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પરોક્ષ રીતે નિશાન સાંધ્યું છે. દેશના વિકાસમાં પહેલાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના યોગદાનને યાદ કરતાં શશિ થરૂરે કહ્યું કે નહેરૂના લીધે એક ચાવાળા પીએમ બની શકયા. આપને જણાવી દઇએ કે શશિ થરૂરે કહ્યું કે નહેરૂની પંડિત પર લખેલા પોતાના પુસ્તક ‘દ્ગીરિે-્‌રી ૈંહદૃીહર્ૈંહર્ ંક ૈંહઙ્ઘૈટ્ઠ’ની નવી એડિશન લોન્ચ કરી છે.

આ પુસ્તકના લોન્ચિંગના અવસર પર આયોજીત કાર્યક્રમ દરમ્યાન શશિ થરૂરે સત્તા પક્ષ પર પ્રહારો કર્યા અને દેશમાં લોકતંત્રના મૂળિયા મજબૂત કરવા માટે પંડિત નહેરૂના યોગદાનને યાદ કર્યું. કાર્યક્રમ દરમ્યાન બોલતા શશિ થરૂરે કહ્યું કે કેટલાંક લોકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે પંડિત નહેરૂએ પોતાની દીકરી (ઇન્દિરા ગાંધી)ના પોતાના ઉત્તરાધિકારી બનાવાની કોશિષ કરી. પરંતુ આરોપ બેબુનિયાદ અને નકલી છે. થરૂરે કહ્યું કે પંડિત નહેરૂ એ દેશમાં લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂત કરવામાં અગત્યનું યોગદાન આપ્યું.

પોતાની વાતને સાહિત કરવા માટે થરૂરે એખ જૂનો કિસ્સો સંભળાવતા કહ્યું કે જ્યારે એક પ્રખ્યાત અમેરિકન પત્રકારે પંડિત નહેરૂને પ્રશ્ન પૂછયો કે તમે તમારા વારસાને કંઇ રીતે જોવા માંગો છો? તો તેના જવાબમાં પંડિત નહેરૂએ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે તેમના દેશની પ્રજા ખુદ સરકાર ચલાવામાં સક્ષમ હોય.

થરૂરે કહ્યું કે નહેરૂજીના નિધન બાદ દેશ રડ્યો, પરંતુ લોકતંત્રે તેમને એટલી મજબૂતી આપી હતી, દેશ તેમના નિધન બાદ પણ પોતાની ગતિથી આગળ વધતો રહ્યો.

કૉંગ્રસ સાંસદે કહ્યું કે આજે જો અમારા દેશમાં લોકતંત્ર છે તો એટલા માટે કે પંડિત જવાહરલાલ નહેરૂએ તેને આકાર આપ્યો. આજે જે એક ‘ચાવાળો’ દેશનો વડાપ્રધાન છે તે પણ એટલા માટે કે પંડિત નહેરૂ એ એવી લોકતાંત્રિક સંસ્થાઓ બનાવી, જેના લીધે દેશનો કોઇપણ નાગરિક દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે.

થરૂરે કહ્યું કે એવું શું કામ કરવામાં આવી રહ્યું છે કે ભારતના એક મહાન સપૂત, જેને આ દેશનો પાયો નાંખ્યો, તેને બદનામ કરવાની કોશિષ કરાઇ રહી છે? આજે ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં કેટલી પ્રગતિ કરી રહ્યું છે. ભારતના અંતરિક્ષ કાર્યક્રમનો પાયો પણ પંડિત નહેરૂ એ જ નાંખ્યો હતો.

Previous articleરાફેલ ડિલ : સીબીઆઈ તપાસ ઉપર સુપ્રીમનો ચુકાદો અનામત
Next articleઇસરોની અંતરિક્ષમાં મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ GSAT-૨૯