દામનગર શહેરની નંદીશાળાની મુલાકાતે જીવદયા પરિવાર ડાયમંડ કિંગ ઓશિયા જેમ્સના પ્રકાશભાઈ ગાંધી મીનાક્ષીબેન ગાંધી સહ પરિવારે મુલાકાત લઈ ખૂબ ખુશી વ્યક્ત કરી રસ્તે રઝળતા બળદો આર્થિક ઉન્નતિના આધાર ખુદ નિરાધાર કેમ? બળદો માટે આશીર્વાદ રૂપ આશિયાના નંદીશાળા આશરો લઈ રહેલ એકસોથી વધુ બળદોની સેવા કરતા યુવાનોની સેવાથી ગદગદિત થયાં.
રાષ્ટ્રીય જીવદયા ક્ષેત્રે નમૂના રૂપ સખાવતો કરતા પ્રકાશભાઈ ગાંધી પરિવાર દ્વારા નંદીશાળામાં એક ગાડી નિરણ અને નિરણકટીંગ મશીન ઉપરાંત પાણી માટે ચાર અવેડી અર્પણ કરી ખૂબ સારું કાર્ય કરતા નંદીશાળાના યુવાનોની નંદી સેવાની અતિ ઉત્તમ ગણાવી રાજીપો વ્યક્ત કર્યો હતો આ તકે સ્થાનિક અગ્રણીઓ અલખઘણી ગૌ સેવાના માધવજીભાઈ સુતરીયા શ્રેણિકભાઈ ડગલી મેઘજીભાઈ રાનાણી પ્રકાશભાઈ આસોદરિયા મધુભાઈ નારોલા મનસુખભાઈ નારોલા નટુભાઈ આસોદરિયા મહેશભાઈ સિદ્ધપરા સહિત સ્વંયમ સેવકોએ ગાંધી પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.ં