ટીંબી માર્કેટ યાર્ડમાં સૌપ્રથમ હીરાભાઈ સોલંકી દ્વારા ટેકાના ભાવે શીંગની ખરીદીનો પ્રારંભ પ્રથમ દિવસે ૧પ૦૦ ગુણી શીંગની આવક નોંધાઈ હતી. જાફરાબાદના વઢેરાથી લઈ બલાણા, ચિત્રાસર, ભાડા, શેલાણા, હેમાળ, જીકાદ્રી, દુધાળા, કડીયાળી, સોખડા, ઘેસપુર, સાકરીયા સહિત ખેડૂતો ટીંબી યાર્ડમાં ઘસારો ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
જાફરાબાદના છેવાડાના તાલુકા કક્ષાના ગામ ટીંબી માર્કેટ યાર્ડમાં સૌપ્રથમ શીંગ ખરીદી તેમજ કપાસની ખરીદી શરૂ થઈ તેમાં શીંગને ટેકાના ભાવથી સૌપ્રથમ ખરીદીના શ્રીગણેશ કરાયા. જેમાં કુલ હેમાળ, નવી-જુની જીકાદ્રી, દુધાળા, ઘેસપુર, સોખડા, કડીયાળી, વઢેરા, બલાણા, રોહીસા, ચિત્રાસર, ભાડા, માણસા, પાટી, એભલવડ, ફાચરીયા સહિત આજુબાજુના ખેડૂતો દ્વારા પ્રથમ દિવસે જ ૧પ૦૦ ગુણી શીંગની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી તેમજ દુર દુરથી ખેડૂતો રાજુલા કે ઉના જવા માટે મજબુર હતા.