આજરોજ ભાવનગર જિલ્લા ભાજપનું નવા વર્ષનું સ્નેહમિલન અને વિજય વિશ્વાસ સંમેલનમાં જિલ્લાભરના પ૦૦૦ કાર્યકર્તાની વિશાળ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં મોટા ખોખરા ગ્રામ્ય શાળાના બહેનો-ભાઈઓએ ભાતીગળ ડ્રેસમાં દાંડીયારાસ રજુ કરેલ.
ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ અને ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયાઓ સ્વાગત પ્રવચન અને નવાવર્ષની શુભેચ્છા સાથે ઉપસ્થિત જિલ્લાભરમાંથી આવેલ વિશાળ સંખ્યામાં કાર્યકરોને આવકારેલ. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ભાજપ પ્રદેશ મંત્રી અને ભાવનગર જિલ્લા સંગઠન પ્રભારી મહેશભાઈ કસવાલા, સાંસદ ભારતીબેહન શિયાળ, નારણભાઈ કાછડીયા, પુર્વ કેબીનેટ મંત્રી આત્મારામભાઈ પરમાર, ધારાસભ્ય આર.સી. મકવાણાએ સંબોધન કરેલ.
જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબહેન મકવાણા, ભાવનગર લોકસભા સીટ ઈન્ચાર્જ હર્ષદભાઈ દવે, પુર્વ પ્રમુખ ચીથરભાઈ પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શેટા, નારણભાઈ મોરી અને ઉમેશભાઈ મકવાણા, ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ નરેશભાઈ સોલંકી, કમલેશભાઈ ઈટાળીયા સહિત યુવા મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશન જે હૈદરાબાદ ખાતે યોજવામાં આવેલ તે તમામ ઉપસ્થિત યુવા મોર્ચા કાર્યકરોનું પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ સ્વાગત કરેલ.
આ ઉપરાંત યોગમાં નેશનલ લેવલે પ્રથમ આવતા કું. જહાન્વી મહેતાનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ. નાના ખોખરા પ્રાથમિક શાળાના બાળકો જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા તેઓને રૂા. ર૦૦૦ પુરસ્કાર જિલ્લા પંચાયતના પ્રમુખ અને સિહોર નગરપાલિકાના પ્રમુખ દ્વારા આપવામાં આવેલ.ભ ાવનગર સંસદીય સીટ માટે અન્ય જિલ્લામાંથી આવેલ વિસ્તારકોનું પણ સન્માન કરવામાં આવેલ. આમ જિલ્લા ભાજપનું વિશાળ નવાવર્ષનું સ્નેહમિલન, વિજય વિશવાસ સંમેલન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્ર અને રાજય સરકારની વિકાસ ગાથાની વણથંભી વિકાસયાત્રા, સૌનો સાથ, સૌનેો વિકાસ સાથે ગુજરાત સંસદની તમામ ર૬ સીટો વિજય સાથે દેશમાં ફરી ભાજપની જંગીબ હુમતીની જનતાની સરકાર બનાવવા કાર્યકર્તાને જોમ જુસ્સાથી લાગી જવા હાંકલ કરવામાં આવેલ.