સીકસલેન રોડનું દબાણ ૮ દિવસમાં દુર કરવા ચેરમેન દ્વારા તંત્રને તાકીદ

1093

મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના પ્રમુખ સ્થાને મળેલ બેઠકમાં એક ઠરાવ સિવાય સાત ઠરાવો ચર્ચા વિચારણાના અંતે પાસ કરી દેવાયા હતા. આજની બેઠકમાં કમિ.ને બદલે સીટી એન્જીનીયર ચંદારાણા હાજર રહ્યા હતા.

મળેલી બેઠકમાં ખાસ કરીને દબાણો, પ્રધાનમંત્રી આવાસ યોજના અને પાણીના ટેન્કરો મુદ્દે સભ્યો દ્વારા તંત્ર સામે કેટલીક જોરદાર રજુઆતો કરાય હતી. કમિટીમાં દબાણ કાર્યક્રમ મુદ્દે ઠીક-ઠીક ચર્ચા થઈ તેમાં ખુદ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તંત્રને સાફ સાફ શબ્દોમાં જણાવી દિધુ કે, સીકસલેનનું  દબાણ આઠ દિવસમાં ખુલ્લુ કરાવી નાખો અમારે ત્યાં ખાત મુર્હૂત કરવાનું છે. હાઉસીંગ બોર્ડના દબાણો કોનામાં આવે તેવી વાત ચેરમેને કરી. તહેવારો પતી ગયા હવે દબાણો દુર કરોની રજુઆત રાજુભાઈ પંડયાએ કરી હતી. અનિલ ત્રિવેદીએ એવો મુદ્દો ઉભો કર્યો કે, બેઝમેન્ટોમાં આવા કેટલા દબાણો તોડયા. આવા દબાણો હટાવાય તે માટેનો ખર્ચ કોણ ભોગવે છે, આવો ખર્ચ જે તે આસામીઓ પાસેથી વસુલવા અભયસિંહ ચૌહાણે માંગ ઉઠાવી, દબાણો થાય તે માટેની કોની જવાબદારી, નિયમસર દબાણો તાકાતથી હટાવો, વચ્ચે ચેરમેન યુવરાજસિંહે કિધુ પોલીસ બંદોબસ્તની વાત એસ.આર.પી. નો કેટલો ખર્ચ થાય. તંતરે જવાબ કર્યો દબાણ સેલ પાસે હાલમાં છ માણસો છે, ૧પ-૧૬માંથી છ જણા જ છે, તેવી વાત એસ્ટે. પંડિતે કિધી.

અભયસિંહ ચૌહાણે આવા દબાણોનો સર્વે કરાવો તંત્રની આટલી મહેનત પછી પરિણામ ન આવે તો એનો કોઈ અર્થ નથી. દબાણો દુર કરવા આગળ વધવુ જોવે એ કામ વિભાગના અધિકારીનું છે ન પહોંચો જાણ કરો તેવી રજુઆત ધીરૂભાઈ ધામેલીયાએ કરી, ચેરમેને વચ્ચે ઘોઘારોડનું દબાણ દુર કરવાની ટકોર કરી, અમારી જેવા અટકાવવાની વાત કરે તો ના પાડી દેજો. અભયસિંહે કિધુ આવતી મીટીંગમાં દબાણોની બધી વિગત લાવજો, એક નિતી સ્પષ્ટ થવી જોવે. આમ દબાણ અંગેની બેઠકમાં જોરદાર રજુઆત થવા પામી.

આ ઉપરાંત રાજુભાઈ પંડયાએ આગામી દિવસો માટે પાણીની ચિંતા વ્યકત કરતા ટેન્કરો કેટલા જાય છે, તેની વિગત પુછી હતી, આ રજુઆતનો તંત્રે જવાબ દેતા સભ્યને વાત ગળે ન ઉતરતા ટેન્કરો અંગેની આખા મહિનાની વિગત માંગી હતી, હવે પછી મળશે. ગીતાબેન બારૈયાએ ટેન્કર મુદ્દે એવી વ્યર્થા વ્યકત કરી કે, તંત્ર પાસે લખાવવા છતા એક ટેન્કર પણ નથી મળતુ. મહિલાની રજુઆતમાં સુર પુરાવતા પંડયાએ કિધુ મે પોતે ટેન્કર લખાવ્યુ બીજા દિવસે આવ્યું. ટેન્કરોની ચર્ચા વચ્ચે ધીરૂભાઈ ધામેલીયા કહ્યુ કે, સીદસરમાં રપ વારીયામાં ત્યાં ડંકી નાખવામાં આવતી નથી, જયા ૧૩૦૦ લોકો રહે છે ત્યા ઝડપી ટેન્કરો મોકલો. અનિલ ત્રિવેદીએ ફિલ્ટર પર નગરસેવકોના ફોનો ઉપડતા જ નથી, જમવા ગયા હોય, ફોન બંધ હોય આ બધુ નાટક જેવુ છે.

ચેરમેને શહેરમાં પાણીની સ્થિતી સારી હોવાની વાત કરતા ધીરૂભાઈએ એવી વાત કિધી સ્થિતી સારી હોય તો આ સ્થિતી નો હોય આમ કરીને તેમણે કિધુ કે, લોકોને પુરતા પ્રેશરથી પાણી દેવાની વાત કરો આમ કહીને સીદસર પાણી પ્રશ્ન રજુ કર્યો.

Previous articleમાનસિક  શાંતિ તેમજ અંતિમ લક્ષ્ય માટે ભાગવત કથાનું આયોજન જરૂરી : મુખ્યમંત્રી
Next articleપૂ. જલારામ બાપાની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી