જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલીત ખડસલીયા કે.વ. શાળા ખાતે ચાચા નહેરૂના જન્મદિન સહ બાલદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નહેરૂજીને શ્રધ્ધાંજલી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વાર્તાલેખન તથા કથક સ્પર્ધા યોજવામાં આવી હતી. અંતે એક મિનિટ સ્પર્ધા બાળકોને મન ભરીને માણી હતી. જેમાં ફુગ્ગા ફુલાવવા, બિસ્કીટ ખાવા, જમ્પિંગ, સ્લો સાયકલીંગ જેવી સ્પર્ધાઓનો આનંદ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.