પોતાના કોમેડી ટાઇમિંગ તેમજ કોમેડી માટે અનિવાર્ય એવી ડાયલોગ ડિલિવરી માટે પંકાયેલો કોમેડિયન અર્શદ વારસી કહે છે કે કેમેરા સામે તમે ખોટું કરવા જાઓ તો સહેલાઇથી પકડાઇ જાઓ છો.
’મને અણીશુદ્ધ (પ્યોર) મનોરંજન ગમે છે અને કોમેડી ફિલ્મો કરવામાં મને એટલેજ મજા આવે છે. કોમેડી સૌથી અઘરી કલા છે. એમાં ટાઇમિંગ અને થ્રો ઑફ ડાયલોગ ખૂબ મહત્ત્વના છે. એ બે બાબતો પર તમારો કાબુ ન હોય તો કોમેડિયન તરીકે તમે ચાલી ન શકો,’ એમ અર્શદ વારસીએ કહ્યું હતું. એને નસીરુદીન શાહ સાથે ફરીવાર કામ કરવાની ઇચ્છા છે. અગાઉ એ ઇશ્કિયા અને ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મમાં નસીર સાથે કામ કરી ચૂક્યો છે. સંજય દત્ત સાથે રાજકુમાર હીરાણીની મુન્નાભાઇ સિરિઝ અને અજય દેવગણ સાથે ગોલમાલ સિરિઝ પણ કરી ચૂક્યો છે. એણે કહ્યું કે કોમેડી જેનરમાં તમે ટેક્નિકલ રીતે અભિનય કરી શકો નહીં.