ઈટાલીમાં દીપિકા પાદુકોણ તથા રણવીરે ૧૪ નવેમ્બરના રોજ કોંકણી વિધિથી લગ્ન કર્યાં હતાં. બીજા દિવસે એટલે કે ૧૫ નવેમ્બરના રોજ બંને સિંધી વિધિથી લગ્નના બંધનમાં બંધાયા. ઈટાલીના વિલા ડેલ બાલબિયાનેલોને લાલ ગુલાબથી સજાવવામાં આવ્યું. પહેલાં દિવસે લગ્નની થીમ વ્હાઈટ હતી. બીજા દિવસે લગ્નની થીમ રેડ છે. દીપિકા તથા રણવીર સબ્યાસાચીના ડિઝાઈનર કપડાં પહેર્યા. વિલાને ૧૨ ઇટાલિયન ફલોરિસ્ટની મેન ટીમે શણગાર્યું. ૧૬ કલાકમાં ૮ હજાર ફૂલોથી વિલાને શણગારી ભવ્યાતિભવ્ય બનાવાયું. આ લગ્નમાં દીપવીરની તરફથી ૩૦ થી ૪૦ મહેમાનોને જ આમંત્રણ મળ્યું છે. સિંધી રિવાજથી થનાર વિધિ પૂર્ણ થયા બાદ ગ્રાન્ડ પાર્ટી થઈ. કોંકણી વિધિથી થયેલા લગ્નમાં માત્ર ૩૦ મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં. લગ્નમાં દીપિકાએ વ્હાઈટ એન્ડ ગોલ્ડ સાડી પહેરી હતી. રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું.