ગારિયાધાર તાલુકા ખ.વે. સંઘ દ્વારા આજરોજ સરકારના નિયમ મુજબ ટેકાના ભાવ રૂા.૯૧૦ મુજબ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, સંઘ પ્રમુખ કરશનભાઈ જીવાણી, મનસુખભાઈ પટેલ, લાલજીભાઈ રોય, તા.ભા. પ્રમુખ વી.ડી. સોરઠીયા, ભરતભાઈ મોણપરા સહિતના આગેવાન-કાર્યકરો હાજર રહેલ. ગારિયાધાર તાલુકાના મગફળી પકવતા ખેડૂતોને લાભ લેવા ગારિયાધાર તા.ખ.વે. સંઘની ઓફિસે સંપર્ક કરવાનો રહેશે. આજે મોટીસંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યુ હતું.