ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ સમીને ચેક બાઉન્સ મામલામાં કોર્ટે તીખી પ્રતિક્રિયા આપી છે. તેને આ મામલાની આગામી સુનાવણી દરમિયાન ૧૫ જાન્યુઆરીએ અલીપુર કોર્ટમાં હાજર રહેવા માટે સુચન આપવામાં આવ્યું છે.
કોર્ટે ચેતવણીભર્યા સ્વરમાં કહ્યું છે કે, જો તે આગામી તારીખે પણ કોર્ટમાં હાજર રહેતો નથી તો તેના વિરૂદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર કરવામાં આવશે. આ મામલામાં હસીન જહાંના વકીલ અનિર્વાન ગુહ ઠાકેરે જણાવ્યું કે, ક્રિકેટર મોહમ્મદ સમીની પત્ની હસીન જહાંએ એપ્રિલ મહિનામાં અલીપુર કોર્ટમાં પતિ મોહમ્મદ સમી વિરૂદ્ધ ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલાની સુનાવણી દરમિયાન સપ્ટેમ્બરમાં મોહમ્મદ સમીને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે તારીખે સમી કોર્ટમાં હાજર થયો નહી. તેના વકીલ તરફથી નવેમ્બર મહિનામાં મામલાની સુનાવણી દરમિયાન સમીના કોર્ટમાં હાજર રહેવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ નવેમ્બર મહિનામાં બુધવારે પણ સુનાવણી દરમિયાન સમી કોર્ટ પરિસરમાં હાજર રહ્યો ન હતો.
તેના પછી ન્યાયાધીસે સખત વલણ અપનાવતા કહ્યું કે આ મામલાની આગામી સુનાવણી ૧૫ જાન્યુઆરીએ થશે, તે દિવસે જો સમી કોર્ટમાં હાજર નહી રહે તો તેના વિરૂદ્ધ કોર્ટ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરશે.