નાકામુરાને હરાવી આંનદે બ્લિટ્‌ઝ ટૂર્નામેન્ટ જીતી

892

ચેસના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથન આનંદે પોતાની ખ્યાતનાને અનુરૂપ પ્રદર્શન કરી પ્લે ઓફમાં એક દિવસ પહેલા સુધી ટોચ પર ચાલી રહેલા હિકારૂ નાકામુરાને હરાવી પહેલી ટાટા સ્ટીલ ચેસ ભારત બ્લિટ્‌ઝ ટૂર્નામેન્ટ જીતી લીધી છે.

આનંદે મંગળવારે પહેલા રાઉન્ડ પછી ચોથા સ્થાન પર હતા. જો કે, અંતિમ દિવસે ૪૮ વર્ષીય ભારતીય ખેલાડીએ છ બાજી જીતી તેમજ ત્રણ ડ્રો કરી વિશ્વના ત્રીજા નંબરના અમેરિકના ચેસ ખેલાડી નાકામુરાની બરાબરી પર પહોંચી ગયા હતા. ત્યારબાદ વિજેતા જાહેર કરવા માટે બે રાઉમ્ટ પ્લે ઓફ ગેમ રમાડવામાં આવી હતી, જે બ્લિટ્‌ઝથી પણ ઝડપી હોય છે. આનંદને સફેદ મોહરાથી જીતી હાસિલ કરી હતી અને પછી કાળા મોહરોથી ડ્રો બાજી રમી ૧.૫-૦.૫થી જીત હાસિલ કરી હતી. કોલકત્તામાં ૧૯૯૨ પછી પહેલીવાર રમી રહેલા આનંદે જણાવ્યું કે, હું દર્શકોને એ દેખાડવા માગતો હતો કે, હું દુનિયાના અન્ય સ્થાન પર શું કરી રહ્યો હતો અને અહીં પણ એવી જ રમત દાખવી જેથી આ જીતથી બહુ સારું લાગી રહ્યું છે.

Previous articleઆઈપીએલ-૨૦૧૯ઃ ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ ખેલાડીઓને રિલીઝ કર્યા
Next articleજેએમ ફાઈ. ક્રેડિટ સોલ્યુશન્સ લિ.નો ઈશ્યું ર૦ નવેમ્બરે ખુલશે