દરબારગઢમાં સ્વ.કનુભાઈ દાનાભાઈ ખાચર અને સમસ્ત પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તુરખા દરબાર ભગીરથભાઈ ખાચર તથા ધર્મેન્દ્રભાઈ ખાચર દ્વારા કરવામાં આવેલ. જેમાં ગુજરાતભરના સંતો-મહંતો, સામાજિક-રાજકિય અને ધાર્મિક સંસ્થાઓના વડાઓ તેમજ માજી રાજવીઓ અને કાઠી ક્ષત્રિય સમાજના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. તેમાં ચલાળા દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ વલ્કુબાપુ, થાન સોનગઢની જગ્યાના મહંત કિશોરબાપુ તથા ઉદયબાપુ તથા વિજયબાપુ તથા ધજાળા લોમેવ ધામના મહંત ભરતબાપુ તથા જસદણ સ્ટેટ સત્યજીતકુમાર ખાચર અને સમાજના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ.