ગાંધીનગર જિલ્લાની એકતા રથયાત્રા કે જે જિલ્લાના પ૪ ગામો તથા ત્રણ નગરપાલિકા વિસ્તારમાં જવાની છે જેનો પ્રારંભ આજે શિક્ષક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રીએ રથને ઉનાવા ખાતેથી પ્રસ્તાન કરાવ્યું તે વખતે ભાજપના જિલ્લા પ્રમુખ નૈલેશભાઈ શાહ તેમજ તાલુકા પ્રમુખ શોભનાબેન વાઘેલા, આઈ. બી. વાઘેલા, અશોકભાઈ પટેલ તેમજ સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.