અમદાવાદ બાદ બરોડામાંથી પણ પકડાયો એકના ડબલનો કારોબાર

657

ગુજરાતમાં જાણે એક કા ડબલનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વિનય શાહે કરેલા ૨૬૦ કરોડના કૌભાંડ વિશે હજી તપાસ ચાલી રહી છે ત્યાં જ વડોદરામાં હિંદુસ્તાન વેપાર નેટવર્ક રિયાલિટી ફાઈનાન્સનું એક કૌભાંડ સામે આવ્યું છે.

લોકોએ આકર્ષક વળતરની લાલચ આપી લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી છે. રાજ્યના ૧ લાખ કરતાં વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી થયાનું અનુમાન છે. સીઆઇડી ક્રાઇમે વડોદરાની હેડઓફિસના રિજનલ મેનેજરની ધરપકડ કરી છે. અશોક પાલની સીઆઇડી ક્રાઇમે વધુ પૂછપરછ કરી છે. રાજ્યમાં અનેક સ્થળે ઓફિસ ખોલી કરોડો લઇને ઠગ દંપતી ફરાર થયું છે. સીઆઇડી ક્રાઇમે પાલને કોર્ટમાં રજૂ કરી ૨૦ નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

તેમજ અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત કીમ ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલોપર્સ લિમિટેડ તથા હેલ્પ ફાયનાન્સ લિમિટેડ સામે પણ વાડજ પોલિસ સ્ટેશનમાં એકના ડબલની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

Previous articleઝડપી નિકાલ લાવવા મોડાસામાં લેબર કોર્ટ ખુલશે
Next articleમુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એકતારથના બીજા તબક્કાનો પ્રારંભ