નીતિશે મુખ્યમંત્રી આવાસ પર લગાવ્યા સીસીટીવી કેમેરા,તેજસ્વીએ કહ્યું મારી જાસૂસી કરાવે છે સરકાર

752

આરજેડી નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી આવાસમાં લાગેલા ઉંચા સીસીટીવી કેમેરા મારફતે તેમના સરકારી આવાસ ૫, દેશરત્ન માર્ગ પર નજર રાખવામાં આવી રહી છે. તેજસ્વીએ કહ્યું કે, સરકાર તેમની જાસૂસી કરાવી રહી છે. આ આખા મુદ્દાને લઇને તેજસ્વી યાદવે ગુરુવારે ઘણી ટિ્‌વટ કરી અને એક તસવીર પણ શેર કરી હતી.

તેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે તેમના સરકારી આવાસ પર લાગેલા મુખ્યમંત્રી આવાસની દિવાલ ઉપર એક સીસીટીવી કેમેરા લાગેલા છે જે મુખ્યમંત્રી આવાસની સુરક્ષા માટે લગાવવામાં આવ્યા છે. તેજસ્વીએ આરોપ લગાવ્યો છે કે આટલી ઉંચાઇ પર સીસીટીવી કેમેરા માત્ર તેમના સરકારી આવાસ પર નજર રાખવા લગાવ્યા છે.

તેજસ્વીએ પહેલી ટિ્‌વટમાં કહ્યું કે, મુખ્યમંત્રી આવાસની ત્રણ તરફ રસ્તો છે જ્યારે પૂર્વ દિશા તરફ તેમનું સરકારી આવાસ છે. તેજસ્વીએ કહ્યું કે, નીતિશ કુમારે બાકી ત્રણ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર સમજ્યા નતી, પરંતુ તેમના ઘર તરફ એક ઉંચો સીસીટીવી કેમેરો લગાવી દીધો છે જેથી તે પોતાના વિરોધીઓ પર નજર રાખી શકે. તેજસ્વી યાદવે એક સવાલ પણ પૂછ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી આવાસની પૂર્વ દિશામાં સુરક્ષા માટે સ્થાઇ ચેક પોસ્ટ બનાવેલી છે તો તેમ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવાની શું જરૂર છે?

ટિ્‌વટમાં તેજસ્વી યાદવે કહ્યું કે, નીતીશ કુમારની વિરોધીઓ પર સીસીટીવી મારફતે નજર રાખવાની હરકત તેમને કામમાં આવવાની નથી. બિહારના મુખ્યમંત્રીને પહેલાથી ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે અને તે ઇચ્છે તો બીજી સુરક્ષા લઇ શકે છે. પરંતુ આટલી ઉંચાઇ પર સીસીટીવી કેમેરા લગાવવા તેમને શોભતા નથી.

તેજસ્વીએ કહ્યું કે, પટણા સહિત આખા બિહારમાં ક્રાઈમનો રેશિયો વધી રહ્યો છે અને એવામાં મુખ્યમંત્રી માત્ર વિરોધીઓની જાસૂસી કરાવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે, જનતાની સુરક્ષાની તેમને જરા પણ પડી નથી.

Previous articleદેશમાં આતંકી હુમલાનું એલર્ટઃ ૭ આતંકીઓ ઘૂસ્યાની આશંકા
Next articleસંસદનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી,રામ મંદિર પર કાયદો લાવશે મોદી સરકાર?