સંસદનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી,રામ મંદિર પર કાયદો લાવશે મોદી સરકાર?

739

સંસદનું શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે, જે આઠ જાન્યુઆરી ૨૦૧૯ સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ જાણકારી આપી હતી. આ સત્રમાં રામ મંદિર પર બિલ લાવવાની અટકળો લગાવાઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર પર રામ મંદિર પર સંસદમાં કાયદો લાવવાનું ઘણુ દબાણ છે. સાધુ-સંતો અને આરએસએસ સહિત કેટલાક હિંદુવાદી સંગઠનોએ આ સંબંધમાં મોદી સરકારને અલ્ટીમેટમ આપેલ છે.મંત્રિમંડળના સંસદીય મામલાઓની સમિતિએ સંસદના શિયાળુ સત્ર ૧૧ ડિસેમ્બરથી ૮ જાન્યુઆરી સુધી બોલાવવાની ભલામણ કરી છે. આ પહેલા મંગળવાર રાત્રીના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી ઝ્રઝ્રઁછની બેઠક તેમના નિવાસસ્થાને થઇ અને સંસદ સત્રની તારીખ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે.

આગામી લોકસભા ચૂંટણીથી પૂર્વ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું આ અંતિમ પૂર્ણ સંસદીય સત્ર હશે.

સંસદના શિયાળુ સત્ર સામાન્ય રીતે નવેમ્બરમાં શરૂ થાય છે, પરંતુ આ સતત બીજુ વર્ષ છે, જ્યારે શિયાળુ સત્ર ડિસેમ્બરમાં શરૂ થશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે આ વર્ષે સત્રમાં મોડુ થયું છે.

મહત્વનું છે કે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે. આ તમામ રાજ્યોની ચૂંટણીના પરિણામ ૧૧ ડિસેમ્બરે આવશે. જો કે, શિયાળુ સત્ર પણ ત્યારે જ શરૂ થશે જે દિવસે આ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવશે.

આ પાંચ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ભાજપ સરકાર છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોની અસર સંસદીય કાર્યવાહી પર પણ દેખાશે. આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ટક્કર છે.

મોદી સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સંસદના શિયાળુ સત્રમાં કાયદો બનાવવા અથવા વટહુકમ લાવવાના મૂડમાં નથી. મોદી સરકારનું કહેવું છે કે તેઓ જાન્યુઆરી-૨૦૧૯માં સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવાનું પસંદ કરશે.

એક વરિષ્ઠ કેબિનેટ પ્રધાનની ઓળખ ગુપ્ત રાખીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે તેઓ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ભાવનાઓનું સમ્માન કરે છે. ન્યાય પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે તેઓ નિરાશ છે. પરંતુ આ તબક્કે કાયદો બનાવવાનો માર્ગ વાંછનીય નથી. પરંતુ ભાજપનું નેતૃત્વ આરએસએસને રામમંદિર નિર્માણ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડવાથી રોકી શકશે નહીં. કારણ કે તેનાથી હિંદુ વોટબેંક મજબૂત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે તેઓ એપ્રિલ-મે ૨૦૧૯માં સત્તામાં પોતાના પાંચ વર્ષોના કાર્યકાળ દરમિયાન તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોના નામે વોટ મેળવે. તેઓ અંગતપણે રામમંદિરને ચૂંટણીનો મુદ્દો બનાવવાના તરફદાર નહીં હોવાનો પણ મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે. પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી પહેલા રામમંદિરની આસપાસ આશાનું વાતાવરણ ઉભું કરવાની વિરુદ્ધ નથી.

Previous articleનીતિશે મુખ્યમંત્રી આવાસ પર લગાવ્યા સીસીટીવી કેમેરા,તેજસ્વીએ કહ્યું મારી જાસૂસી કરાવે છે સરકાર
Next articleસબરીમાલા : સર્વપક્ષીય મિટિંગ અંતે ફ્લોપ રહી, સરકાર મક્કમ