પદ્માવતી ફિલ્મ જેનો સમગ્ર ગુજરાત અને ભારતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને સિહોરના નેસડા ગામ નજીક આવેલ ભજપરા ગામે પણ ક્ષત્રિય સમાજે ગામના પાદરમાં બેનરો લગાડીને સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર સંજય લીલા ભણસાળી દ્વારા બનાવવામાં આવી રહી છે. ભોજપરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ગામના પાદરમાં બેનરો મારીને ફિલ્મનો વિરોધ કરી ગામમાં કોઈ રાજકિય પક્ષે પ્રવેશ કરવો નહીં અને મતદાન બહિષ્કારની પણ ચિમકી ઉચ્ચારી છે.