કોંગીને રાહત : હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના હુકમ પર સ્ટે

722

દિલ્હી હાઈકોર્ટે આઈટીઈના પ્રેસ એન્કલેવ સ્થિત નેશનલ હાઉસને ખાલી કરવાના કેન્દ્ર સરકારના આદેશને પડકાર ફેંકી કોંગ્રેસ પાર્ટીની અરજી ઉપર હાલ પુરતી યથાસ્થિતિ રાખવાનો આદેશ જારી કરી દીધો છે. આનાથી કોંગ્રેસ પાર્ટીને કામચલાઉ રાહત મળી ગઈ છે. હેરાલ્ડ હાઉસ ખાલી કરવાના કેન્દ્ર સરકારના આદેશ ઉપર ૨૨મી નવેમ્બર સુધી સ્ટે મુકી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટે આજે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, હેરાલ્ડ હાઉસને સીલ કરવામાં ન આવે તેની ખાતરી કરવાની જરૂર છે. મામલાની વધુ સુનાવણી ૨૨મી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.

નેશનલ હેરાલ્ડ કોંગ્રેસ પાર્ટીના મુખપત્ર તરીકે છે. જેનું પ્રકાશન કોંગ્રેસના નેતૃત્વવાળી એસોસિએટ જર્નલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે લીઝ ખતમ થવાનો ઉલ્લેખ કરીને એજેએલને ૧૫મી નવેમ્બર સુધી હેરાલ્ડ હાઉસને ખાલી કરવા માટે આદેશ કર્યો હતો. આજે સમગ્ર મામલાની સુનાવણી દરમિાયન એજેએલના વકીલે દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકારના અધિકારીઓએ  ભવનને ખાલી કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. જો કે સરકારે દાવો કર્યો હતો કે, કોઇપણ અધિકારીએ હેરાલ્ડ હાઉસના સંકુલમાં પ્રવેશ કર્યો નથી. ત્યારબાદ કોર્ટે આગામી સુનાવણીની તારીખ નક્કી થાય નહીં ત્યાં સુધી યતાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ૩૦મી ઓક્ટોબરના દિવસે હેરાલ્ડ હાઉસને ખાલી કરવા માટેનો આદેશ કર્યો હતો. આ આદેશને એજેએલ દ્વારા હાઈકોર્ટમાં પડકાર ફેંકવામં આવ્યો હતો. કેન્દ્રએ પોતાના આદેશમાં હેરાલ્ડ હાઉસની ૫૬ વર્ષ જુની લીઝને ખતમ કરવાનો હુકમ કરીને ૧૫મી નવેમ્બર સુધી હેરાલ્ડ હાઉસને ખાલી કરવા સૂચના આપી હતી. જો કે, આજે કોંગ્રેસને આંશિક રાહત મળી હતી.કારણ કે, ૨૨મી નવેમ્બર સુધી સમગ્ર મામલામાં યથાસ્થિતિ રહેશે.

Previous articleસબરીમાલા : સર્વપક્ષીય મિટિંગ અંતે ફ્લોપ રહી, સરકાર મક્કમ
Next articleસિંગાપુરઃ આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સમિટમાં હાજર રહ્યાં મોદી, હૈકાથન વિજેતાને આપ્યાં એવોર્ડ