ગારિયાધારના પરવડી ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિરમાં ખેડુતોને માર્ગદર્શન અપાયું

801

ગારીયાધારના મોર્ડન વિલેઝ પરવડી ખાતે પી એમ ખેની ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કૃષિ શિબિર ઝીરો બજેટ કૃષિ અંગે માર્ગદર્શન માટે સૌરાષ્ટ્રભરના અનેકો તાલુકાના ખેડૂતોની વિશાળ હાજરીમાં નિષ્ણાંત વક્તાઓ દ્વારા ઝીરો બજેટ કૃષિ અને સુંદર માર્ગદર્શનમાં કૃષિના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા પ્રજ્ઞાચક્ષુ પ્રોફેસર દિનેશભાઈ પંડ્યા સહિત કૃષિના તજજ્ઞો દ્વારા ઝેર વગરની ઝીરો બજેટ કૃષિ ઓર્ગેનિમ કૃષિના કાયદા ઓ રોગ મુક્ત નિરામય આરોગ્ય પશુપાલન પરમાર્થ સાથે કૃષિ ગૌસંવર્ધન દેશની ૧૮૬ ગૌશાળામાં એકત્રિત થતા જીવામૃત ગૌ મૂત્ર દ્વારા કેવી પરિણામ લક્ષી સિદ્ધિ મેળવી શકાય તેના ઉદારણો જણાવ્યા.

ગાયના છાણ અને જમીન તેમાં રહેલ  રચનાસંપત્તિ બેકટેરિયા બીજ ફળ ફૂલ અને સુંદર સમજ આપી હતી ભારતના અનેકો રાજ્ય ના કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પહેલના ઉમદા ઉદાહરણ સાથે ફાયદા જણાવ્યા હતાં.  આ શિબિરમાં બાલકદાસબાપુ નકલંગ આશ્રમ વાલમરામ આશ્રમ ગારીયાધારના મહંત દાતા લવજીભાઈ બાદશાહ માધવજીભાઈ લૅન્ડ માર્ક પ્રફુલભાઈ સેજલિયા માનવસેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ના બી એલ રાજપરા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી જગદીશભાઈ ભીંગરાડીયા માધવજીભાઈ સુતરિયા દિનેશભાઇ સુતરિયા જગદીશભાઈ સુતરિયા સહિત સામાજિક ધાર્મિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા રાજસ્વી ઓ સહિત અગ્રણી અને હજારો કૃષિકારોની વિશાળ હાજરીમાં કૃષિશિબિર યોજાય હતી

Previous articleહિમાચલના મનાલી-નારકંડામાં પહેલી હિમવર્ષા, પારો શૂન્યથી નીચે પહોંચ્યો
Next articleરામાયણ એક્સપ્રેસ શરૂ : ‘ભગવાન’ રામ બન્યા પહેલા યાત્રી!