આજરોજ સિહોર તા.ના આંબલા ગામ ખાતે સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા વેલનાથ સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ ભાવનગર સર.ટી. હોસ્પિટલનો સહયોગસાપડેલ તેમજ સમાજના બુઢનપરા ચૌહાણ પરિવાર, વાઘેલા પરિવાર તેમજ વાધનાગ મિત્ર મંડળ તેમજ સિહોર તાલુકા તેમજ જીલ્લાભરમાંથી સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનો દિપપ્રાગટય આંબલાના ચોકીયા હનુમાનજી મંહત વેમજુબાપુના વરદ હસ્તે કરવામાં આવેલ તેમજ પાલિતાણા ધરાસભ્ય ભીખાભાઈ બારૈયા સિહોર તા. ભાજપ પ્રમુખ ગેમાભાઈ ડાંગર, સીહોર તા.પં.ના સદસ્ય અમીતભાઈ લવતુકા સિહોર ન.પા.ના પાણી પુરવઠા ચેરમેન અશ્વીનભાઈ બુઢનપરા નગરસેવિકા મંગુબેન જીંજુવાડીયા તેમજ સમસ્ત સુવાળીયા ઠાકોર સમાજના આગેવાનો વડીલો શ્રેષ્ઠીઓ યુવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતાં અને બ્લ્ડ ડોનેટ કરવામાં સમાજના યુવાનોમાં જાગૃતિ જોવા મળી હતી.