ભાવનગર ખાતે આવેલા ભરતનગરના રક્ષેશ્વર મહાદેવના મંદિર મારૂતિ ગૃપ દ્વારા છેલ્લ્ ર૭ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન શાલીગ્રામના વિવાહ માતા તુલશી વૃંદા સાથે ભવ્યથી અતી ભવ્ય રીતે રાખવામાં આવેલ છે. જો કે તુલસી વિવાહ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તમામ શહેરો તથા ગામડાઓમાં થતા જ હશે પણ ભરતનગર ખાતે અનોખા અને અનેરા લગ્નનું આયોજન કરવામાં આવે છે. પુરા ભરતનગરને લાઈટ ડેકોરેશન તથા કમાનોથી શણગારવામાં આવે છે. તથા ભરતનગર વાચસીઓ દ્વારા સ્વયંભુ ઠેક ઠેકાણે ઠંડી છાશ તથા શરબતના પરબ ઉભા કરવામાં આવે છે. ભરતનગરની ફરતી ૩૦ ત્રસેક સોસાયટી આ પ્રસંગેનો લાભ લેવા માનવ મહેરામણ ઉભરી પડે છે. આ તુલસી વિવાહમાં મંડપ મુહુર્ત ૧૯-૧૧-ર૦૧૮ના રોજ સવારે ૯-૩૦ કલાકે, જાનનું સામૈયુ ૮-૩૦ કલાકે તેમજ હસ્ત મિલન રાત્રે ૯-૦૦ કલાકેત ેમજ વરયાત્રા સાંજના ૬-૩૦ કલાકે ડી.જે. સાઉન્ડના સથવારે નાચતા ગાતા મોજ મજાથી ફટાકડાની ભવ્ય આતશબાજી સાથે રક્ષેશ્વર મહાદેવના મંદિરેથી નિકળી ભરતનગરના રાજમાર્ગો પરથી પસાર થઈ ૧ર નંબરના બસ સ્ટોપથી લગ્ન સ્થળ ભાગ્યોદય સોસાયટી ભરતેશ્વર મહાદેવના પટાંગણમાં પહોંચશેડ ભગવાનના વરઘોડામાં સાંસદથી તથા ધારાસભ્યો તથા કોર્પોરેટર તથા શહેર પ્રમુખ તેમજ મહામંત્રી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ ભગવાનની જાન લગ્ન સ્થળે પહોચશે જયાં કન્યા પક્ષ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.