બ્રહ્માકુમારીઝ, ભાવનગર મહાપાલિકા આરોગ્ય વિભાગ તેમજ લાયન્સ ક્લબ ભાવનગર (સીટી) સંયુક્ત ઉપક્રમે તા.૧૭ તથા ૧૮ નવેમ્બર ર૦૧૮ના રોજ સમય સવારે ૯ થી ૧ર, સાંજે ૪ થી ૭ દરમિયાન સ્થળ : ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ, સરદારનગર, ભાવનગર ખાતે મુખ્ય વક્તા ડો.શ્રીમંતકુમાર, ડાયાબિટીસ નિષ્ણાંત બ્રહ્માકુમારીઝ માઉન્ટઆબુ સંબોધિત કરશે જેની માહિતી આજે પત્રકાર પરિષદમાં અપાઈ હતી. આ શિબિરમાં રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું રહેશે તેમજ રૂબરૂ બ્રહ્માકુમારીઝ, સરદારનગર, ભાવનગર લાયન્સ મેડિકલ સેન્ટર, સમર્થ શિખર, ડાયમંડ ચોક, ભાવનગર ખાતે કરાવવાનું રહેશે તેમ જણાવ્યું હતું.