સંજય લીલા ભણસાળી દ્વારા મારી-તોડીને ઈતિહાસ સાથે ચેડા કરીને બનાવવામાં આવેલી પદ્માવતી ફિલ્મનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહે આજે રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજના સમર્થન સાથે ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરાશે તેમ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ પ્રસંગે રાજપૂત સમાજના આગેવાનો ઉપરાંત કોળી સમાજ, સિંધી સમાજ, બ્રહ્મસમાજ, પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા અને ફિલ્મનો વિરોધ કર્યો હતો. આ અંગે ભાવનગરના સિનેમા માલિકો દ્વારા પણ સહકાર અપાયો હોવાનું યુવરાજ જયવિરરાજસિંહે જણાવ્યું હતું.