અમિતાભે નીના ગુપ્તાને બિરદાવતો પત્ર લખ્યો

1021

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સિનિયર અભિનેત્રી નીના ગુપ્તાને એના બધાઇ હો ફિલ્મના રોલ માટે બિરદાવતો પત્ર સ્વહસ્તે લખીને મોકલ્યો હતો. અમિતાભની આ વિશેષતા છે. પોતાને કોઇ ફિલ્મના કલાકારનો અભિનય ગમી જાય તો એ પોતાના હાથે એને અભિનંદન આપતો પત્ર પોતાના પ્રિન્ટેડ લેટર હેડ પર લખીને મોકલે છે. હાલ અમિતાભ અને આમિર ખાનની યશ રાજ નિર્મિત ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાન સાથે નીના ગુપ્તાની ફિલ્મ બધાઇ હો ચાલી રહી છે. સાવ નાનકડા બજેટે બનેલી અને બિનપરંપરાગત કથા વસ્તુ ધરાવતી ફિલ્મ બધાઇ હોએ યશ રાજની મેગાબજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દોસ્તાનને બોક્સ ઑફિસ પર હંફાવી હતી.

બધાઇ હોમાં બી ગ્રેડના ગણાતો ગાયક અભિનેતા આયુષમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રા ચમકી રહ્યાં છે. આ ફિલ્મમાં નીના ગુપ્તાએ પ્રૌઢ વયે ફરી ગર્ભવતી બનતી મહિલાનો રોલ કર્યો છે.

Previous articleમારે મારી વેદનાને વહેંચવી છે : શાહરૂખ
Next articleસેક્સી એમી જેક્શન ૫૪૩ કરોડની ફિલ્મને લઇ ઉત્સુક