સેક્સી એમી જેક્શન ૫૪૩ કરોડની ફિલ્મને લઇ ઉત્સુક

1181

સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવનાર અભિનેત્રી અને મોડલ એમી જેક્સન ૫૪૩ કરોડના મહાકાય બજેટ સાથે તૈયાર કરવામાં આવેલ હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મને લઇને ઉત્સુક છે. ટુ નામની ફિલ્મમાં તેને ટુંકી પરંતુ સારી ભૂમિકા મળી ગઇ છે. તેનુ કહેવુ છે કે રજનિકાંત અને અક્ષય કુમાર જેવા સ્ટાર સાથે ફિલ્મ મળવી પણ ગર્વ સમાન બાબત છે. અનેક વખત તારીખોને લઇને ગુંચ રહ્યા બાદ હવે ફિલ્મની રજૂઆત અંગે ગુંચ દુર થઇ ગઇ છે.  એમી જેક્સને પોતાની કેરિયરની શરૂઆત ંમોડલિંગ મારફતે કરી હતી. મોડલિંગમાં ઉલ્લેખનીય સફળતા મેળવી લીધા બાદ તે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. બોલિવુડમાં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરીચુકી છે. હાલમાં  ભારતના સૌથી મોટા સ્ટાર પૈકી એક રજનિકાંત સાથે તે ટુ ફિલ્મમાં કામ કરી રહી છે.જે રોબોટ ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર પણ રહેશે. રજનિકાંત સાથે ફિલ્મ મળી ગયા બાદ તે ખુબ ખુશ દેખાઇ રહી છે. તેની કેરિયર આ ફિલ્મના કારણે ઝડપથી આગળ વધી શકે છે. એમી જેક્સન ભારે આશાવાદી બનેલી છે. ફિલ્મના કારણે તેની બોલબાલા અનેક ગણી વધી જશે. તે અન્ય ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ એમી ધ વિલન નામની ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ભારતની ફિલ્મોને લઇને પણ તે ખુશ છે. પ્રિયંકા ચોપડા, અને દિપિકા બાદ એમી જેક્શન પણ  ભારતની બહાર લોકપ્રિયતા મેળવી લેવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. તેને દક્ષિણ ભારતની ફિલ્મોની પણ સતત ઓફર આવી છે.

Previous articleઅમિતાભે નીના ગુપ્તાને બિરદાવતો પત્ર લખ્યો
Next articleહૉંગકૉંગ ઓપનઃ ક્વાર્ટર ફાઇનલમાં કિદાંબી શ્રીકાંતની કારમી હાર