કેંટા એ શ્રીકાંતની વિરૂદ્ધ પોતાનો કેરિયર રેકોર્ડ ૧-૩ કરી લીધો છે. જાપાની ખેલાડીને આ વર્ષે એપ્રિલમાં એશિયન ચેમ્પિયનશીપમાં શ્રીકાંત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતને અહીં હૉંગકૉંગ ઓપનમાં શુક્રવારના રોજ કારમી હારનો સામનો કરવો પડ્યો. ચોથી સીડ શ્રીકાંતને પુરુષના સિંગલ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના નિશિમોટો કેંટાથી ૧૭-૨૧, ૧૩-૨૧થી હારવું પડ્યું. આઠમી સીડ કેંટા એ શ્રીકાંતને ૪૪ મિનિટમાં હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો.
આ જીતની સાથે જ કેંટાએ શ્રીકાંતની વિરૂદ્ધ પોતાનો કેરિયર રેકોર્ડ ૧-૩નો કરી લીધો છે. જાપાની ખેલાડીને આ વર્ષે એપ્રિલમાં ચેમ્પિયનશિપમાં શ્રીકાંતથી હાર મળી હતી.
કેંટાએ પહેલી ગેમથી જ મુકાબલામાં પોતાનો દબદબો કાયમ રાખ્યો અને તેણે ૨૩ મિનિટમાં ૨૧-૧૭થી પહેલાં ગેમ જીતી લીધી. બીજી ગેમમાં પણ જાપાની ખેલાડી ૧૧-૩થી આગળ હતા અને પછી તેણે ત્યારબાદ સતત અંક મેળવી ૨૧-૧૩થી ગેમ અને મેચ પોતાના નામે કરી લીધી.