ભાજપ ગેમ ચેન્જર નહીં પણ નામ-નોટ અને ઈતિહાસ બદલનારો પક્ષ : મમતા બેનર્જી

631

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભાજપ પર કટાક્ષ કર્યો. મમતાએ કહ્યું કે, ભાજપ માત્ર ઈતિહાસ, નામ-નોટ અને બંધારણ બદલનારી પાર્ટી છે. તેઓ ગેમ ચેન્જર નથી. હાલના સમયમાં દેશ ખતરામાં છે. આ ખતરાથી દેશને બચાવવા માટે તૃણુમૂળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેઓએ કહ્યું કે, “ભાજપ પોતાને એવી રીતે રજૂ કરે છે કે જેમ તેઓએ જ દેશને જન્મ આપ્યો હોય. પરંતુ ભાજપ સ્વતંત્રતાના સમયમાં ક્યાંય હતી નહીં.

મમતાએ આરોપ લગાવ્યો કે હાલની સરકાર સરકારી સંસ્થાનોને બરબાદ કરી રહી છે. તેઓ RBI અને CBIના કામ કરવાની પ્રક્રિયાને બદલવાના પ્રયાસો કરી રહ્યાં છે. ભાજપ વોટ બેંકની રાજનીતિને કારણે પ્રતિમાઓ બનાવવામાં લાગી છે. પરંતુ ૨૦૧૯ લોકસભા ચૂંટણી પછી તેઓ પોતે જ મૂર્તિ બની જશે.

મમતાએ કહ્યું કે, “માત્ર ભાજપ NRCમાં રસ દાખવે છે. પરંતુ તૃણુમૂળ તેને રાજ્યમાં લાગુ નહીં થવા દે. અમે ભાજપ વિરૂદ્ધ તમામ પક્ષોને એકઠાં કરીને જાન્યુઆરીમાં એક રેલી કરીશું. જેનું સ્લોગન હશે ભાજપ હટાવો, દેશ બચાવો.

Previous articleપરિવારથી બહાર નિકળી કોઇને પ્રમુખ બનાવવા મોદીનો પડકાર
Next articleપંજાબ પોલીસે ખૂંખાર આતંકવાદી જાકિર મૂસાના પોસ્ટર લગાવ્યા