તાજેતરમાં સાંસદ પરેશ રાવલ દ્વારા ભાજપના નેતાઓને શીખામણ આપવાની બાબત વિવાદાસ્પદ બનતી જાય છે. ચૂંટણી જીત્યા પછી પોતાના મતક્ષેત્રમાં કયારેય ન દેખાતા પરેશ રાવલ શિખામણ આપે ત્યારે હાસ્યાસ્પદ બને છે. પોતાની પુરી ગ્રાન્ટ પણ મત વિસ્તારમાં વાપરી નથી કે દત્તક ગામ તરફ જોયું પણ નથી. ત્યારે એક ભાજપી એ જણાવ્યું હતુ કે, ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે તેવી વાત થઈ.
’બોલવામાં શું જાય છે..’ આ ઉક્તિને કદાચ સૌથી વધુ કોઈ ચરિતાર્થ કરતું હોય તો તે છે અમદાવાદ પૂર્વના સાંસદ અને જાણીતા સિનેસ્ટાર પરેશ રાવલ. હજી ૧૫ નવેમ્બરે જ અમદાવાદ ખાતે શહેર ભાજપના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં પરેશ રાવલે તેજાબી પ્રવચન કર્યું હતું, એકદમ ફિલ્મી સ્ટાઈલમાં… તેમણે ભાજપની સ્થાનિક નેતાગીરીને બરાબરનાં ચાબખાં મારતા કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ દિલ્હી ગયા ત્યારે આપણા માટે ગુજરાતમાં લીલી વાડી મૂકતા ગયા છે, જ્યારે આપણે શું કર્યું..? આ લીલી વાડીને ઉજાડવામાં મથ્યા છીએ.. નરેન્દ્રભાઈ વારેઘડિયે ગુજરાત આવીને સ્થિતિ સંભાળવી પડે તો આપણે નગુણા કહેવાઈએ.. આમ, ફિલ્મી ડાયલોગો જેવા ભાષણમાં પરેશ રાવલે ભાજપની સ્થાનિક નેતાગીરીને આયનો દેખાડવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ હવે ભાજપના જ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ચણભણાટ શરૂ થયો છે કે, આ તો ગાંડી સાસરે જાય નહીં ને ડાહ્યીને શિખામણ આપે એવી વાત થઈ..! આટલું જ લાગતું હોય, તો તેઓ શા માટે આગામી લોકસભા ચૂંટણી સુધી મુંબઈમાં રહેવાને બદલે અમદાવાદમાં ધામા નાંખીને નથી રહેતા? ઉલ્લેખનીય છે કે, ગત ૨૦૧૪ની લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વમાંથી પરેશ રાવલને ટિકિટ મળી ત્યારે તેમણે જાહેરસભાઓ ગજવી હતી. પ્રજાએ તેમને જીતાડ્યા ત્યારે આભારસભામાં તેમણે કહ્યું હતું કે, ’અમદાવાદની જનતાને મને પ્રેમથી ચૂંટીને મોકલ્યો છે, જ્યારે મારું કામ હોય ત્યારે કહેજો, હું આપની સેવામાં હાજર થઈ જઈશ.’ પરંતુ હવે પરેશ રાવલ ચાર વર્ષ સુધી તો મતવિસ્તારમાં ગયા નથી. તેમણે માત્ર ફિલ્મોને મહત્ત્વ આપ્યું છે. દેશના પહેલા સાંસદ કે જે ગુમ થયાના તેમના જ મતક્ષેત્રમાં પોસ્ટરો લાગ્યા હતા