કલોલમાં પાઠ્‌યપુસ્તકો પસ્તીમાં વેચી દેવાયા

1042

જાગ્રત નાગરિકે વિરોધ કરતા પસ્તીવાળો પુસ્તકો શાળાએ પાછાં મૂકી ગયો હતોસ્લાઈડ્‌સ કલોલમાં નવા પાઠ્‌યપુસ્તકોના બંડલો પસ્તીવાળાને બારોબારો વેંચી મરાયા હોવાની ઘટના સામે આવી છે. કલોલ પૂર્વમાં આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા પસ્તી ભંગારનો વેપાર કરનારને પાઠ્‌ય પુસ્તકો અજાણ્યા લોકો ગાડી આવીને આપી ગયા હતા. જે અંગે જાગૃત નાગરિકે વિરોધ કરતાં પસ્તીવાળો બધા પુસ્તકો શાળાએ પાછા મુકી ગયો હતો. આ ઘટના બાદ નગરમાં શાળા તરફથી આ બાબતે રાખવામા આવેલી બેદરકારી અંગે હાલ અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

આ ઘટનાને પ્રકાશમાં લાવનાર જાગૃત નાગરિક નિલેશભાઈ આચાર્યને કહ્યું હતું કે,‘હું પહોંચ્યો ત્યારે ગાડીવાળા લોકો આ નવા પાઠય પુસ્તકો આપી ત્યાંથી રવાના થઈ ગયા હતા. ત્યાં જઈને જોયું તો ત્રણ લારીઓમાં નવા નક્કોર પાઠય પુસ્તકો પડ્‌યા હતા. મેં આ અંગે લારીવાળાઓને પૂછતા તેઓ ગોળ-ગોળ જવાબ આપ્યો હતો અને અમે તો ગરીબ છીએ અમને કાંઈ ખબર નથી એવું રટણ કરતા હતા.

આ અંગે હોબાળો થતા પસ્તીવાળા બધા પુસ્તકો પાછો કલોલ શાળા નંબર-૪ ખાતે પાછા મુકી આવ્યો હતો. સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને મફત સહાય કરવામાં આવે છે. પરંતુ અમુક ભ્રષ્ટ કર્મચારીઓ આવી ગેરરિતી કરી ગરીબો સુધી આવી મફત સેવા પહોંચવા દેતા નથી. જેથી આ ઘટનાની યોગ્ય તપાસ શિક્ષણ વિભાગે કરીને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.’

આ અંગે કલોલ શાળા નંબર-૪ના આચાર્ય ગિરીશ પ્રજાપતિને પૂછતા તેમણે સમગ્ર મુદ્દે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે, ‘વરસાદમાં પલડી ગયેલા કેટલાક પુસ્તકો પસ્તીમાં આપ્યા હતા. જોકે, પટ્ટાવાળાએ ભૂલથી નવા પુસ્તકો પણ આપી દીધા હતા.’ કલોલમાં નવા પાઠ્‌ય પુસ્તકોના બંડલો પસ્તીવાળાને વેચી મરાયા હતા, હોબાળો થતા પસ્તીવાળો પુસ્તકો પાછા મુકી ગયો હતો.

Previous articleઘ તેમજ ચ રોડ પરથી ૧૭૦ ગેરકાયદે ર્હોડિંગ હટાવાયા
Next articleગાંધીનગર રેન્જ IGP ઓફિસ પાસેની સોસાયટીમાં બે મકાનનાં તાળાં તૂટયાં