રાજકોટમાં હિંદુસ્તાન પેટ્રોલિયમના કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન

608

રાજકોટમાં ગઈકાલે ગોપાલ ચોક પર આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમના ઈનોગ્રેશન માટે ગુજરાત રાજસ્થાનના નોર્થ વેસ્ટ જોનના ચીફ જનરલ મનેજર રાજેશ મહેતાની,દીજીએમ સુનિલ મલ્હોત્રા અને દીજીએમ ડીડી શર્મા હાજર રહ્યા હતા અને પેટ્રોલ પંપના મહેનતી કર્મચારીઓ અને મોટિવેશનલ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા

ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલ રિજનલ હેડે જણાવ્યું હતું કે “ઘણું સારું લાગી રહ્યું છે સરાહનાને કાબીલ છે અમારા માર્કેટીંગ ઓફિસરો ઈંજીનીયરિંગ ટિમ અને મેનેજમેન્ટ જેમણે એટલો સારો ઉપહાર રાજકોટની જનતાને આપ્યો છે અમારા હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપ જ્યાં પણ છે ત્યાં રેસિડેન્ટ એરિયા નજીક છે જેથી લોકોની વધારે મુશ્કેલીઓ નથી પડતી અને અમારા પંપ લોકોને સારું કવોલિટી અને કવાંટીટી આપે છે”

રાજકોટના આસિસ્ટન્ટ મેનેજર નટવર વાઘેલાએ જણાવ્યું હતું કે “અમારા રિજનલ હેડ ડિડી શર્મા જેમણે પેટ્રોલ પંપ માટે જહેમત ઉઠાવી છે તેમને જેટલી સરાહના મળેતેટલી ઓછી છે અમારા ગ્રાહકો માટે અને એચપી તરફથી જે ઓન સુવિધા છે તેમાં કોઈ કમી નથી”

Previous articleવ્હેમ, અંધશ્રદ્ધા અને ચમત્કારોથી માનવીની અધોગતિ : વિજ્ઞાન જાથા
Next articleચાઈલ્ડ લાઈન સે દોસ્તી વીકની ચાલતી ઉજવણી