જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન પાટી માણસા ગામે પુર્વ બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂ તથા નાથાભાઈ પરમાર દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અમરેલી જિલ્લાના ધારાસભ્યો વિરજીભાઈ ઠુંમર, જે.વી. કાકડીયા, પ્રતાપભાઈ દુધાત, અંબરીશભાઈ ડેર, શરદભાઈ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને જાણિતા હાઈકોર્ટના એડવોકેટ એવા બી.એમ. માંગુકીયા મહુવા પુર્વ ધારાસભ્ય અને આહિર સમાજના અગ્રણી અને ખુબ જ સારી નામના ધરાવતા સેવાભાવી ડો. કનુભાઈ કળસરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ, રવજીભાઈ વાઘેલા, જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મર, જિલ્લા પંચાયત સિચાઈ સમિતિ ચેરમેન ભરતભાઈ ગીડા, ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કોકીલાબેન કાકડીયા, તેમજ જાફરાબાદ તાલુકાના સદસ્યઓ તેમજ દેરક ગ્રામ પંચાયતના સરપંચઓ અને વિવિધ સમાજના આગેવાનો વિવિધ અગ્રણીઓ તેમજ પાટી માણસા ગામે લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતાં. તેમજ લોકો સાથે જીવંસ સંવાદ સ્થાપીને એક સારી પહેલ કરવામાં આવેલી હતી. ટીકુભાઈ વરૂ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યકત કર્યો હતો.