દિવાળીના તહેવારોમાં રાજુલા પોલીસની સરાહનિય કામગીરી

657

રાજુલા શહેર જે સમસ્ત બાબરીયાવાડનું મુખ્ય મથક જનતાનું હટાણું હોય તેમાય મહાકાય કંપનીઓના હજારો પરપ્રંતીય લોકો દ્વારા દિવાળી જેવા તહેવારોથી માનવ મહેરામણમાં કોઈ અસામાજીક તત્વો દ્વારા કાયદો વ્યવસ્થા બાબતે પોલીસની સુંદર કામગીરીને બિરદાવતા વેપારીઓ.

રાજુલા શહેર જે સમસ્ત બાબરીયવાડનું હટાણાનું મુખ્ય મથક હોય જયા રાજુલા જાફરાબાદ અને ખાંભાની જનતા દિવાળી જેવા મહા તહેવારોની ખરીદી માટે તેમજ રાજુલા જાફરાબાદ તાલુકાની પથી ૬ મહાકાય કંપનીઓના હજારોની સંખ્યામાં વસેલા પર પ્રાંતીય લોકોનો ઉમેરો થતા જાણે મહાનગર જેમ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તેમાં અસામાજીક તત્વો દ્વારા કોઈ અજુક્તો બનાવ ન બને તે બાબતે રાજુલાના પી.આઈ. યુ.ડી. જાડેજાની બદલી થતા ઈન્ચાર્જ પી.આઈ. તરીકે ડી.વી.તુવર અને પી.એસ.આઈ. વી.વી.પંડયાનો પોલીસ કાફલો છેલ્લા ૧૦ દિવસથી દિવસ રાત પેટ્રોલીંગ કરી કાયદો અને વ્ય્વસ્થા  માટે સજાગ રહી સુંદર કામગીરી ઉપરાંત ટ્રાફીક સમસ્યા માટે આડેધડ વાહનો ખડકી દેનારા તત્વો સામે તેમજ શંકાસ્પદ શખ્સોને પકડી પાડી સઘન પુછપરછ બાદ ખાત્રી થયાથી છુટા કરાયેલ.

પોલીસ પ્રજાનો મિત્ર છે અને કાયમ રહે – બકુલભાઈ વોરા

રાજુલા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા કહે છે કે કે અમો વેપારીઓ દ્વારા જાણવા મળેલ માહિતી બાબત દિવાળીના તહેવારમાં દરેક વેપારીઓ તેના ધંધામાં મશગુલ હોય ત્યારે અમુક તત્વો જે અસામાજીક પ્રવૃત્તિ સાથે જોડાયેયની ગેંગ હોય છે અને ન કરવાના ધંધાઓમાં પારંગત હોય અને આવી ભીડનો જ લાભ ઉઠાવતા હોય છે. પણ પોલીસ તરફથી કાયદો વ્યવસ્થા સારી રીતે અને કડક હાથે કામ લેતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા છે અને આવી રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે અને કાયમ રહે તેવી આશા વ્યકત કરેલ.

 

Previous articleરાજુલાના બાબરીયાધાર ગામે આહીર સેવા સમિતિ દ્વારા તુલસી વિવાહ યોજાશે
Next articleગુજરાતી વિષય પર પારૂલબેનનું વ્યાખ્યાન