NSUIના RTI સેલમાં ભાવનગરના પવન મજેઠીયાને રાષ્ટ્રીય જવાબદારી

744

અખીલ ભારતીય કોંગ્રેસ કમીટીના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીજીની સુચનાથી રાષ્ટ્રીય સ્તરે ઓલ ઇન્ડિયા એનએસયુઆઈમાં આરટીઆઈ સેલની રચના કરવામા આવી છે. જેમાં ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી પવન મજીઠીયાને રાષ્ટ્રીય સ્તરે આરટીઆઈ સેલમાં રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર તરીકેની રાષ્ટ્રીય સ્તરની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ મજબુતીથી વિદ્યાર્થીઓના અવાજને ઉજાગર કરી રહ્યુ છે અને બુલંદ કરી રહ્યું છે. જેમાં ગુજરાતના પવન મજીઠીયાની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબુત કરવા ની જવબદારીઓ સોંપાઈ છે.

Previous articleગુજરાતી વિષય પર પારૂલબેનનું વ્યાખ્યાન
Next articleવલભીપુર-સુરેન્દ્રનગર કેનાલમાં રાજપરા પાસે સાઈફનમાં ગાબડુ પડતા પાણીનો બગાડ