ભાજપ હવે વિકાસની રાજનીતિ કરવામાં મશગુલ બન્યુ છે ત્યારે શિવસેના હિન્દુત્વના મુદ્દાને લઇ હવે ગુજરાતમાં સક્રિય બની છે. શિવસેનાએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે, તે તેના ઉમેદવારોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રાખવાની છે. શિવસેનાના ઉમેદવારોના પ્રચાર અર્થે આગામી દિવસોમાં શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિતના પંદરથી વીસ જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાતની મુલાકાતે આવવાના છે.