સુરેન્દ્રનગર -વલ્લભીપુર કેનાલ માં રાજપરા પાસે સાઈફન માંં ગાબડું પડયું જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું ભાદર નદી માં ઓછો વરસાદ પડતા એક માત્ર સિચાઈ માટે કેનાલ હોય ગાબડું પડતા લાખો લીટર પાણી નો બગાડ થતા ખેડૂતો માં રોષ ફેલાયો છે. ગાબડું પડ્યા ના ૧૨ સુધી પાણી નો થયો બગાડ અધિકારી ઓ દ્વરા હાલ પાણી નો પ્રવાહ કર્યો બંધ કરાયો સ્થળ પર મોડે સુધી અધિકારી ઓ દ્વારા કોઈ પણ જાતની તપાસ કરવામાં ન આવી હોવાનાં આક્ષેપો થયા છે.
ચાલુ વર્ષે સમગ્ર ગુજરાત ના મોટા ભાગ ના વિસ્તાર માં ખુબજ ઓછો વરસાદ પડતા જગત નો તાત ખુબજ મુશ્કેલી માં છે ત્યારે આ ચાલુ વરસે વરસાદ ઓછો પડતા તેમજ વાવણી કાર્ય બાદ સમયસર વરસાદ ન પડતા પાક તેમજ વાવણી નિષ્ફળ જવાથી મોટા ભાગ ના ખેડૂતો એ નુકસાનીનો સામનો કર્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નું પાણી કેનાલ માં આપી ખેડૂતો ના પાક ને જીવતદાન મળે તેમજ ખેડૂતો રવિ પાક નું વાવેતર કરી સકે તે માટે પ્રયાસ કરી કેનાલ માં પાણી છોડવામાં આવે છે જેના ભાગ રૂપે સુરેન્દ્રનગર -વલ્લભીપુર ની મુખ્ય કેનાલ જે રાણપુર ના રાજપરા પાસે થી પસાર થાય છે તે કેનાલ માં ગઈકાલે સાંજે સાઈફન માં ગાબડું પડેલ ગાબડું પડતા લાખો લીટર પાણી નો થયો બગાડ તમામ પાણી ભાદર નધી માં વહી જતા ખેડૂતો માં જોવા મળ્યો રોષ . ગાબડું પડ્યા ના ૧૨ કલાક કરતા વધારે સમય વહી જવા છતા વહીવટી વિભાગ દ્વારા કોઇપણ જાતની કામગીરી હાથ પર લીધેલ નહિ અંતે અધિકારી દ્વરા ઉપરવાસ થી પાણી નું પ્રેસર ઓછુ કરી દેતા ભાદર માં વહી જતું પાણી અટકાવી પોતાના કામથી સંતોસ કર્યો હોય તેમ કોઈ અધિકારી એ સ્થળ પર મુલાકાત ન લીધી ત્યારે ઓછા વરસાદ ના કારણે એકમાત્ર રવિ પાક માટે આધારિત આ કેનાલ માં ગાબડા પડવાના કારણે લાખો લીટર પાણી બરબાદ થતા ખેડૂતો માં જોવા મળ્યો રોષ .