જારફાબાદના વઢેરાના પ્રસિધ્ધ વરૂડી માંના ધામે કોળી સમાજ જાફરાબાદ, રાજુલા, ખાંભા તાલુકાની વીશાળ સંખ્યામાં ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો. કોંગ્રેસ ભાજપના ભેદ મીટાવી સમાજ સંગઠીત થવા હાંકલ કરાઈ.
જાફરાબાદના વઢેરાના પ્રસિધ્ધ વરૂડીમાં જે અરબી સમુદ્રના કાંઠે બિરાજમાન હોય તેમની સાનીધ્યમાં પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ર૦૦૦ હજાર કોળી સમાજ ઉપરાંતની હાજરીમાં અને કોળી સમાજના તમામ આગેવાનો ભાજપ, કોંગ્રેસનો ભેદ મીટાવી માત્રને માત્રેક ોળી સમાજ જે ગત ચૂંટણીમાં રાજકીય દાવપેચથી ભોળવાઈને વેરવીખેર કરી દીધેલ ઉપર હીરાભાઈ સોલંકી તેમજ ચેતનભાઈ શિયાળ, શામજી આતા, બાબભાઈ ડેડાણ, ગૌત્તમભાઈ ગુંજરીયા, મધુભાઈ સાંખટ, જાદવભાઈ સોલંકી, ધુસાભાઈ કાતર જેવાએ સમાજ ઉપર પોતાના પ્રવચનોમાં જ સહેવાય તેવા ઘાઓ કર્યા કેમ કે ૮૦,૦૦૦ કોળી મતદાતાઓને તોડવો મુશ્કેલ છે જો સંગઠીત હોય તો અને ર૦, ર૦ વર્ષથી હીરાભાઈ આ કોળી સમાજના સંગઠન હિસાબે જ જીતાડતા આવ્યા છે. જે અન્ય પક્ષે અંદરો અંદર લડાવી આ કોળી સમાજને તોડવા શામદામ અને ભેદની નીતિ અપનાવી ગત ચૂંટણીમાં રૂપિયાની રેલમછેલમ કરી સમાજને તોડી નાખી અન્ય સમાજે આ જ કોળી સમાજ ઉપર જે ર૦ વર્ષ પહેલા કોળી સમાજની તુષ્છ હાલત હતી. તેવી બનાવી દેવાના અનુભવો સમાજને અન્ય પક્ષોને જીત અપાવી નિર્બળ બનાવી દીધો. તેને ફરી બેઠો કરવો હોય તો કોંગ્રેસ ભાજપના ભેદ મીટાવી એક બની ફરી પાછો સમાજ બેઠો કરવો ખંભે ખંભા મીલાવવા જ પડશે.
કોળી સમાજને સંગઠીત થવા હીરાભાઈની હાંકલ
હીરાભાઈં સોલંકીએ તેના પ્રવચનમાં ર૦૦૦ ઉપરાંત કોળી સમાજને સંબોધતા કહ્યું કે આ મારો કોળી સમાજ ર૦ વર્ષ પહેલા કચડાયેલ હાલતમાં હતો ત્યારે મે અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીએ ૧૯૯૮માં ઈલેકશનમાં ઝંપલાવ્યું જે મારા કોળી સમાજે અમો બન્ને ભાઈઓને ખોબલે ખોબલે મતો આપી જીતાડતા ૪ ટ્રમથી આવતા હોય ત્યારે અમારી ફરજમાં સમાજને માટે ખુબ કામો કર્યા છે તે કોળી સમાજને તોડવો મુશ્કેલ હોય પણ જયારે હાથા બને છે. ત્યારે જ વન કપાય છે તેમ આપડા સમાજના અમુક લોકોને રૂપિયાની પેટીયો ખોલી નાખી અંદર – અંદરના કુંસપો ઉભા કરી મને ધારાસભા પદથી આપડા સમાજ દ્વારા હરાવ્યો તેનો મને કોઈ રંજ નથી. કોઈ એમ કહેતુ હોય કે ધારાસભ્ય બન્યા પછી હીરાભાઈએ સંપતી ભેગી કરી લીધી છે તો તેવાત તદ્દન ખોટી છે જે મિત્રો મુંબઈ આવ્યા છે તેણે નજરે જોયું છેક ે હીરાભાઈ મુંબઈમાં શું છે પણ મે ૧૯૯૮માં આપડા રાજુલા જાફરાબાદ ખાંભાના કોળી સમાજને વચન આપ્યું હતું કે હું અહીં જ રહીને સમાજના કામો કરીશ અને સાદ કરજ્યો મિત્રો આ એ જ હીરાભાઈ છે જે ર૦ વર્ષ પહેલા તમોએ વિશ્વાસ મુકયો હતો અને હાલ જુઓ ગામડે ગામડે સરપંચો કોળી સમાજના અરે તાલુકા પંચાયત પ્રમુખ કોળી સમાજના હતું ર૦ વર્ષ પહેલા ? તો આવા સંગઠીત થવાના અનેક ચાબખાઓ માર્યા હતાં.