સુપરસ્ટાર અભિનેતાઓની યાદીમાં સ્થાન ધરાવનાર કમલ હાસનની પુત્રી અક્ષરા હાસનના કેટલાક અંગત ફોટો લીક થઇ ગયા છે. આ સંબંધમાં અક્ષરા દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તાજેતરમાં જ આ બાબત સપાટી પર આવી હતી કે અભિનેત્રી રતિ અગ્નિહોત્રીના પુત્ર તનુજ વિરવાનીને અક્ષરાએ કેટલાક ફોટો મોકલી દીધા હતા. તેની સાથે કેટલાક ફોટો શેયર કરવામાં આવ્યા હતા. પોલીસે પણ આ બાબતની કબુલાત કરી લીધી છે. એમ કહેવામાં આવે છે કે આ ફોટો વર્ષ ૨૦૧૩માં લેવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે પૂર્વમાં અક્ષરા હાસન અને તનુજ વિરવાની રિલેશનશીપમાં હતા. વર્ષ ૨૦૧૬માં બંને વચ્ચે બ્રેક અપની સ્થિતી થઇ ગઇ હતી. જો કે આ પહેલા તનુજે આ બાબતનો ઇન્કાર કર્યો હતો કે તેમની પાસે આવા કોઇ ફોટો અક્ષરાના રહેલા છે. જો કે હવે તે કહી ચુક્યો છે કે તેની પાસે અક્ષરા હસનના કેટલાક અંગત ફોટો હતા. જો કે આ ફોટો લીક કરવામાં તેની કોઇ ભૂમિકા નથી. તનુજે કહ્યુ છે કે મિડિયામાં તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. તનુજ કબુલાત કરી ચુક્યો છે કે વર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ચાર વર્ષ સુધી તે અક્ષરાને ડેટ કરી ચુક્યો છે. જેમ તમામ કપલ ડેટ કરે છે ત્યારે એકબીજાના ફોટો શેયર કરવામાં આવે છે. આવી જ રીતે અમે પણ ફોટા શેયર કરી લીધા હતા. અક્ષરાએ પોતાના પ્રાઇવેટ ફોટા પણ શેયર કર્યા હતા. જો કે તેને એ જ વખતે ફોટો ડિલીટ કરી દીધા હતા.