ભારતીય ક્રિકેટના લેજેન્ડ સચિન તેંદુલકર અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના કરિયરના શરૂઆતી સમયમાં આટલી મોટી છલાંગ લગાવી નહી હોય જેટલી યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે લગાવી છે. ૨૧ વર્ષિય રિષભ પંતને આઇપીએલ ટીમ દિલ્હી ડેયરડેવિલ્સે આઇપીએલ-૨૦૧૯ના ૧૨માં સત્ર માટે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. સતત બીજી વખત છે જ્યારે દિલ્હીએ રિષભને રિટેન કર્યો છે. ૨૦૧૮માં જ્યાપે દિલ્હીએ રિષભને રિટેન કર્યો હતો ત્યારે તે સમયે તેના ગત સત્રની કિંમત ૮ કરોડ રૂપિયા હતી પરંતુ આ વખતે તે ૧૫ કરોડી ક્લબમાં સામેલ થઇ ગયો છે. આ ક્લબમાં માત્ર બે જ ક્રિકેટરો છે, જેઓ પોતાના દેશના લેજેન્ડ ક્રિકેટર છે.
ચેન્નઇ સુપર કિંગ્સને ત્રણવાર ચેમ્પિયન બનાવનાર પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ઘોની અને મુંબઇ ઇન્ડિયન્સને ત્રણ વાર ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને તેમની ટીમોએ રિટેન કર્યા છે અને બંન્નેને ૧૫-૧૫ કરોડ રૂપિયા મળવાના છે. તેમનાથી આગળ હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ રિટેન કર્યો છે અને તેને ૧૭ કરોડ રૂપિયા મળવાના છે.
ગત ૪ ઓક્ટોબરે ૨૧ વર્ષના થયેલા પંત હાલમાં ત્રણે ફોર્મેટમાં ભારત માટે રમનારા ખેલાડીઓમાંનો એક છે. તેણે પાંચ ટેસ્ટ, ત્રણ વન ડે અને સાત ટી-૨૦ મેચ રમ્યા છે.