ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં કેપ્ટન જો રૂટે શાનદાર સદી ફટકારી. રૂટ દ્વારા બનાવવામાં આવેલ ૧૨૪ રનના કારણે ઇંગ્લેન્ડની સ્થિતિ મજબૂત થઇ ગઇ છે. આ સાથે જ તેણે રનના મામલામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. કૈંડીની જે પીચ પર રૂટે સદી ફટકારી ત્યાં રમવું સરળ નથી. તેથી તેની ઇનિંગની દિગ્ગજ ખેલાડીઓએ પણ પ્રશંસા કરી છે.
રૂટે અત્યાર સુધીમાં ૭૬* ટેસ્ટ મેચોમાં ૬૪૫૫ રન બનાવ્યા છે. ત્યાં જ વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ૭૩ મેચોમાં ૬૩૩૧ રન બનાવ્યા છે. સદીની મદદથી રૂટે કોહલીની સાથોસાથ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (૬૩૬૩)ને પણ પાછળ છોડી દીધો છે. રૂટે ૭૬* મેચોમાં ૧૫ સદી અને ૪૧ હાફ સેંચુરી બનાવી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૨૫૪ રન છે.
રૂટની સતકીય ઇનિંગે ઇંગ્લન્ડ અને શ્રીલંકાના દર્શકોની સાથે ક્રિકેટ જગતના દિગ્ગજોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. જેનું કારણ શ્રીલંકાના કૈંડી ગ્રાઉન્ડની પીચ હતી. જ્યાં બોલ ખુબ જ સ્પિન થઇ રહ્યો હતો પરંતુ રૂટ છેલ્લી સુધી ટક્યો રહ્યો. વીરેન્દ્ર સહેવાગે રૂટની ઇનિંગને ખાસ બતાવી,ત્યા જ સૌરવ ગાંગુલીએ લખ્યું,’તે પીચ પર રૂટે શું શાનદાર પ્રદર્શન કર્યુ. આવી ટર્નિંગ પીચ પર લગાવવામાં આ સદી આવેલ અત્યાર સુધીના બેસ્ટ સદીમાં સામેલ છે.’ રૂટના વખાણ કરતા મોહમ્મદ કૈફે લખ્યું,’રૂટની ઇનિંગ માસ્ટરક્લાસ હતી. તેમણે દેખાડ્યુ કે, મુશ્કેલ પરિસ્થિતિમાં સ્પિનને કેવી રીતે રમી શકાય.