ગુજરાતમાં સિંહો પર જાણે ઘાત બેઠી હોય તેમ લાગી રહ્યું છે. ક્યારેક રોગના કારણે તો ક્યારેક ઇનફાઇટના કારણે સિંહ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અમરેલીમાં વધુ એક બાળ સિંહનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના વન્યપ્રાણી પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે.
વન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અમરેલી વિસ્તારમાં ચાર માસના સિંહ બાળનું મોત થયું છે. ઇનફાઈટમાં ઘવાયેલા સિંહ બાળનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું. શુક્રવારે અમરેલી જિલાના સાવરકુંડલા વન વિસ્તારમાંથી આ સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ પછી તેને સારવાર આપવામાં આવી રહી હતી. જોકે તેને બચાવી શકાયો ન હતો.
ગીર પુર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં ૨૩ સિંહોના મોત થયા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કુતરાઓમાંથી ફેલાય છે.