રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ફરી રક્તરંજીત બન્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, તો બે લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે,
મૃતકોમાં ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ છે.અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું. ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યાં હતા.
પ્રાથમિક વિગત પ્રમાણે ચોટીલા નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૩ બાળક સહિત કુલ ૬નાં મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકોમાં ૩ બાળકો, બે મહિલા, ૧ પુરુષનો સમાવેશ થાય છે. તો મૃત્ય પામેલા તમામ લોકો એક જ પરિવારના હતા. જેમાં પતિ, પત્ની, માતા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, આ પરિવાર વઢવાણનો હોવાનું બહાર આવ્યું છે. તો અકસ્માતમાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.