ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કલોલમાં દિવાળીના વેકેશન ફરીથી ખરીદ-વેચાણની શરૂઆત થઈ છે. જેમાં પ્રથમ દિવસે ૨૫૦૦ બોરી ડાંગરનું વેચાણ થયું છે. દિવાળી બાદ ફરી કારતક સુદ સાતમના દિવસે માર્કેટયાર્ડનો પ્રારંભ થતા વેપારીઓએ ખરીદીના શ્રી ગણેશ કર્યા હતા. જેમાં અનેક ખેડૂતો તેમની ડાંગરનુ વેચાણ કરવા માટે આવ્યા હતા.
બજાર ખુલતાના સાથે માર્કેટયાર્ડમાં ડાંગરની ધુમ આવકની શરૂઆત થવા પામી હતી. શુક્રવારે દિવાળી બાદ ખરીદ-વેચાણની શરૂઆત માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન નવિનચંદ્ર જે. પટેલ તેમજ સેક્રેટરી ઘનશ્યામસિંહ બી. વાઘેલાની હાજરીમાં પારદર્શક રીતે વેપારીઓ તેમજ ખેડૂતોએ વચ્ચે માલની હરાજી કરવામાં આવી હતી. આજુબાજુના ગામડાઓમાંથી ટ્રેક્ટર ભરી-ભરીને પહોંચેલા ૨૦૦ જેટલા ખેડૂતોએ લાઈનો લગાવીહતી.
પ્રથમ દિવસે ૧૭૦૦ બોરી ગુજરાત ડાંગર, ૮૦૦ બોરી જયા ડાંગર, ૩૫૦ બોરી એરડાં, ૮૦ બોરી ઘઉ, ૧૫૦ બોરી ગવાર, ૧૦ બોરી તલ ૫૦ બોરી બાજરીનું વેચાણ થયું હોવાનુ જાણવા મળે છે.