ગુજરાત ચૂંટણી : ભાજપની પ્રથમ યાદી જાહેર

1335
guj18112017-7.jpg

ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી દીધી છે. આની સાથે જ ઉમેદવારોની યાદીને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. જો કે, ભાજપે હજુ સુધી પાટીદાર બહુમતિવાળા વિસ્તારોમાં હજુ પોતાના પત્તા ખોલ્યા નથી. એમ માનવામાં આવે છે કે, ભાજપ આ વિસ્તારોમાં કોંગ્રેસના નિર્ણયનો ઇંતજાર કરશે. ભાજપને આશા છે કે, ટિકિટની ફાળવણીને લઇને જો કોંગ્રેસમાં અસંતોષની સ્થિતિ ઉભી થશે તો આનો ફાયદો થઇ શકશે. ભાજપે ૭૦ ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ઉમેદવારોની યાદી જાહેર કરતી વેળા તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. જો કે, હજુ સુધી બાકીના ઉમેદવારોને લઇને 
ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. અમિત શાહના નેતૃત્વ હેઠળ ભાજપની કેન્દ્રીય ચૂંટણી કમિટિની બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રથમ યાદીમાં સામેલ છે. ભાજપે આ વખતે ટિકિટ ફાળવણીને લઇને વધુ સાવધાની રાખી છે. જો કે, પાટીદાર બહુમતિવાળા વિસ્તારોમાં ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. ૭૦ લોકોની યાદીમાં ભાજપે પોતાના ૪૯ ધારાસભ્યોને ફરી તક આપી દીધી છે.
વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવી વીઆઈપી સીટો બદલવામાં આવી નથી. વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમમાંથી અને નીતિન પટેલ મહેસાણામાંથી ચૂંટણી લડશે. ભાજપની આ યાદીમાં ૧૩ પાટીદાર ઉમેદવારોને પણ તક આપવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થયેલા પાંચ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ ધારાસભ્યો એવા છે જે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે કેટલાક પડકારો રહેલા છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા પાટીદાર આંદોલન, જીગ્નેશ મેવાણીના નેતૃત્વમાં દલિત આંદોલન અને અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઓબીસી જાતિગત ઘેરાબંધી વચ્ચે આ ચૂંટણી રોચક બની ગઈ છે. પાર્ટીમાં સાવચેતી દેખાઈ રહી છે. પહેલી યાદીમાં ૧૩ પાટીદારોને ટિકિટ મળવાની બાબત સ્પષ્ટ ઇશારો કરે છે. બીજી બાજુ ભાજપે વઢવાણ વિધાનસભા સીટ પરથી પોતાની બે વખતની ધારાસભ્યની ટિકિટ કાપીને તેની જગ્યાએ પાટીદાર નેતા ધનજીભાઈ પટેલને ટિકિટ આપી છે. ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવ્યા બાદ આગામી યાદી ઉપર હવે કેન્દ્રિત થઇ ગઇ છે.લેવામાં આવી છે. જો કે, હજુ સુધી બાકીના ઉમેદવારોને લઇને ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. અમિત શાહના નેતૃત્વ હેઠળ ભાજપની કેન્દ્રીય ચૂંટણી કમિટિની બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રથમ યાદીમાં સામેલ છે. ભાજપે આ વખતે ટિકિટ ફાળવણીને લઇને વધુ સાવધાની રાખી છે. જો કે, પાટીદાર બહુમતિવાળા વિસ્તારોમાં ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. ૭૦ લોકોની યાદીમાં ભાજપે પોતાના ૪૯ ધારાસભ્યોને ફરી તક આપી દીધી છે.
વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવી વીઆઈપી સીટો બદલવામાં આવી નથી. વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમમાંથી અને નીતિન પટેલ મહેસાણામાંથી ચૂંટણી લડશે. ભાજપની આ યાદીમાં ૧૩ પાટીદાર ઉમેદવારોને પણ તક આપવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થયેલા પાંચ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ ધારાસભ્યો એવા છે જે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ સામે કેટલાક પડકારો રહેલા છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં ચાલી રહેલા પાટીદાર આંદોલન, જીગ્નેશ મેવાણીના નેતૃત્વમાં દલિત આંદોલન અને અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઓબીસી જાતિગત ઘેરાબંધી વચ્ચે આ ચૂંટણી રોચક બની ગઈ છે. પાર્ટીમાં સાવચેતી દેખાઈ રહી છે. પહેલી યાદીમાં ૧૩ પાટીદારોને ટિકિટ મળવાની બાબત સ્પષ્ટ ઇશારો કરે છે. બીજી બાજુ ભાજપે વઢવાણ વિધાનસભા સીટ પરથી પોતાની બે વખતની ધારાસભ્યની ટિકિટ કાપીને તેની જગ્યાએ પાટીદાર નેતા ધનજીભાઈ પટેલને ટિકિટ આપી છે. ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવ્યા બાદ આગામી યાદી ઉપર હવે કેન્દ્રિત થઇ ગઇ છે.

જાતિગત સમીકરણ પર પણ પૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું
નવી દિલ્હી,તા. ૧૭ (સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આજે ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભાજપે આ વખતે ઉમેદવારોની યાદી જાહેર કરતી વેળા જાતિગત સમીકરણોને પણ પુરતા પ્રમાણમાં ધ્યાનમાં લીધા છે. એવી ચર્ચા છે કે, પાર્ટીમાં કોંગ્રેસની યાદીની પણ ઉત્સુકતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જાતિગત ધ્રુવીકરણની ચર્ચા સૌથી વધારે જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ભાજપે આ બાબતને પણ ધ્યાનમાં લીધી છે. પાર્ટીએ જાતિગત ગણિત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પટેલોએ ભાજપની ચિંતા વધારી દીધા બાદ આ વખતે આ બાબતની પણ નોંધ લેવામાં આવી છે. પાટીદાર સમુદાયમાં હવે મતભેદની સ્થિતિ ઉભી થઇ છે. કેટલાક લોકો હાર્દિક પટેલની સામે નિવેદન કરી ચુક્યા છે પરંતુ આ લોકો ભાજપની સાથે છે કે કેમ તે ચિત્ર હજુ સ્પષ્ટ નથી પરંતુ ભાજપના નેતાઓ માને છે કે, આ મામલાથી પાર્ટીને ફાયદો થશે. ભાજપ હજુ સુધી રાજ્યમાં કોંગ્રેસની ખામ રણનીતિને ધ્રુવીકરણના લીધે સ્થિતિ પર ધ્યાન અપાઈ રહ્યું હતું. 

રાજ્યમાં કયા સમુદાયના કેટલા ટકા વોટરો………
સમુદાય    વોટર         ટકાવારી
પાટીદાર    ૧૫
બ્રાહ્મણ-વાણિયા    ૧૦
ઓબીસી    ૨૦
મુસ્લિમો    ૦૯
દલિતો    ૦૯
આદિવાસી    ૧૫
જૈન    ૦૨

કયા સમુદાયને કેટલી ટિકિટ મળી છે…..
સમુદાય       ઉમેદવારોને 
    ટિકિટ
પાટીદાર    ૧૫
ચૌધરી    ૦૨
ક્ષત્રિય    ૦૬
કોળી    ૦૫
ઠાકોર    ૦૮
બ્રાહ્મણ    ૦૨
જૈન    ૦૨
મહિલાઓ    ૦૪

પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે બળવો
(જી.એન.એસ)વડોદરા,તા.૧૭
વડોદરાની પાદરા બેઠક પર ધારાસભ્ય દિનેશભાઇ પટેલના નામ ને ફરીવાર ભાજપે રિપીટ કરતા સ્થાનિક સંગઠનમાં બળવો થવા પામ્યો છે. જ્યારે સંગઠન ના અગ્રણીઓ અને હોદ્દેદારો એ આજે જિલ્લા ભાજપ અધ્યક્ષ ને રાજીનામાં સુપરત કરી ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. પાદરા વિધાનસભામાં ૧.૨૦ લાખ મતદારો ક્ષત્રિય છે. જેથી સ્થાનિક સંગઠન દ્વારા ક્ષત્રિય ઉમેદવારી ની મંગણી કરવામાં આવી હતી.
 કોઈ પણ ક્ષત્રિય ને ઉમેદવારી અપાશે તો તમામ સાથે મળીને કામ કરશે તેવી રજુઆત પાર્લામેન્ટ્રી બોર્ડમાં કરી હતી. પણ આજે જાહેર થયેલી યાદીમાં ધારાસભ્ય દિનેશભાઇ પટેલ ના નામને રિપીટ કરતા ભાજપમાં ભડકો થવા પામ્યો છે.  અને પાદરમાં દિનેશભાઇ પટેલ (દિનુમામાં)સામે વિરોધ હોવા છતાંય તેઓને રિપીટ કરતા સંગઠનમાં પાટીદારો અને ક્ષત્રિયો એ ભેગા મળી અને રાજીનામાં ધરી દીધા છે.

Previous articleપોલિયો વેક્સીન નકામી છતાં ઉપયોગમાં લેવાતા નવી ચર્ચા
Next articleભાજપના ૭૦ ઉમેદવારોની યાદી…