ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા સરકાર હસ્તકની આંગણવાડી ઓના બાળકોને બબ્બે જોડી ગણવેશ આપવાની યોજના અમલમાં મુકવામા આવેલ છે.
આંગણવાડીઓના બાળકોને યુનિફોર્મ આપવાની યોજના ગુજરાતમાં અને કદાચ દેશમાં પણ પ્રથમ વખત આવી છે. આંગણવાડીના બાળકો ખાનગી પ્લે હાઉસના બાળકો જેવા સોહામણા દેખાશે. કપડાની અકિલા બાબતમાં બાળકોમાં સમાનતાનો ભાવ રહે તેમજ આંગણવાડીનું બાળક હોવાની અલગ ઓળખ રહે તે સરકારનો હેતુ છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ૫૩૦૦૦ આંગણવાડીઓ છે. જેના ૩ થી ૬ વર્ષના બાળકોને સરકારે બબ્બે જોડી યુનિફોર્મ આપવાનું નક્કી કર્યુ છે.
લાભાર્થી બાળકોની સંખ્યા ૧૪ લાખ જેટલી થશે. છોકરાઓ માટે ચેકસવાળા શર્ટ અને ભૂરા રંગની ચડ્ડી પસંદ કરવામાં આવી છે. છોકરીઓ માટે એવા જ પ્રકારનું પીનાફ્રોક અપાશે. આ યોજના માટે બજેટમાં રૂ. ૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
બાળક દીઠ યુનિફોર્મનો સરેરાશ રૂ. ૨૫૦ ખર્ચ થશે. યુનિફોર્મ આપવા માટે અત્યારે વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે.