પાલનપુરમાં બે દિવસથી મગફળીની ખરીદીમાં અવ્યવસ્થાથી હોબાળો

777

દિવાળી પછી લાભપાંચમ બાદ ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કર્યા બાદ ૧૫ નવેમ્બરથી મગફળી ખરીદીની પ્રક્રિયા હાથ ધરી હતી જોકે છેલ્લા બે દિવસથી અવ્યવસ્થા સર્જાતા ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો. આ મામલે પાલનપુર માર્કેટયાર્ડમાં મામલતદાર દોડી ગયા હતા અને વ્યવસ્થા થાળે પાડવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે મગફળીની ખરીદીના કેન્દ્ર ઉપર મજૂરોની અછત  તેને લઈને મગફળી ભરી વાહનોમાં આવતા ખેડૂતોને વાહનોનું ત્રણ ગણું ભાડું ચુકવવા મજબુર બન્યા હતા.

સરકારે ચાલુ વર્ષે બનાસકાંઠામાં ટેકાના ભાવથી ખરીદીની જવાબદારી ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમને સોંપી હતી. આ જિલ્લામાં કુલ ૧૨ માર્કેટયાર્ડોમાં નિગમ દ્વારા ખરીદ કેન્દ્ર શરૃ કરાયા છે જ્યારે પાલનપુર માર્કેટયાર્ડમાં ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૃ કરાયું હતું.

પ્રથમ દિવસે મગફળી ખરીદીના સમયે બારદાન તેમજ કાર્યક્ષમ અને અનુભવી કર્મચારીઓ અને વજનના કાંટાની વ્યવસ્થા ન કરાતાં ૫ કલાક સુધી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

મગફળી ખરીદીનો વિડીયો રેકોડ’ગ સાથે મગફળીની ખરીદી કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ વિડીયો રેકોડ’ગ વગર મગફળીની ખરીદી કરાતા ગેરરીતિ થવાની આશંકાઓ કેટલાક ખેડૂતોએ વ્યક્ત કરી હતી. બીજા દિવસે આ મગફળી કેન્દ્રો ઉપર સવારથી જ ખેડૂતો વાહનોમાં મગફળી ભરીને મોટી સંખ્યામાં પાલનપુર કેન્દ્રો ઉપર આવ્યા હતા. જ્યાં મજૂરોની અછત જણાતા  કેટલાક ખેડૂતોએ પોતાની મજૂરી આપી મગફળીઓ ખાલી કરાવી હતી.

પુરવઠા વિભાગે આપેલા લેબર કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટરે હાજર ન રહેતા ખેડૂતોએ હોબાળો કરી રોષ વ્યક્ત કર્યો હતો. અહીં  લઈને આવેલા વાહનો સમય વધુ થતાં તેમને ડબલ ભાડું ચુકવવા મજબુર બન્યા હતા.

આ મામલે મામલતદાર જે.ડી. સોલંકી ઘટનાસ્થળે પહોંચી વિડીયો રેકોડ’ગ શરૃ કરાવી દીધું હતું અને તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને હાજર કરી વ્યવસ્થા થાળે પાડવાની કોશિશ કરી હતી.

Previous articleઆંગણવાડીના ૧૪ લાખ બાળકોને હવે ગણવેશ અપાશે
Next articleશંકરસિંહ સીએમ હતા ત્યારે અમદાવાદ એરપોર્ટને સરદારનું નામ અપાયું હતું : ટિ્‌વટર પુરાવા મૂક્યા