શંકરસિંહ વાઘેલાએ ટિ્વટર પર મૂકાલા પુરાવા સાથે જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ ૭-૧૨-૧૯૯૮ ના રોજ થયું હતું. ભાજપને ઇશારે એરપોર્ટ ઓથોરિટીએ નામકરણની તકતી અને અવશેષ મીટાવી દેવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદ એરપોર્ટનું સરદાર પટેલ નામકરણ ભાજપના શાસનમાં થયું હતું. તે ભાજપનું અને મોદી સરકારનું ટાઢા પહોરનું ગપ્પું હતું. તે પુરવાર થાય છે. શંકરસિંહ વાઘેલાએ આ તસવીર ટિ્વટર પર મૂકીને ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ એરપોર્ટના નામ સાથે લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબનું નામકરણ ભાજપની સરકારમાં થયું હતું. શંકરસિંહ વાઘેલાએ આજે ૭-૧૨-૧૯૯૮ ના રોજની એક તસવીર જાહેર કરીને કહ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણનું સૂચન તેઓ જ્યારે ઝ્રસ્ હતા, ત્યારે કર્યું હતું.
ગુજરાતના સીએમ તરીકે તેમણે તે વખતે વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાને વિનંતી કરતા તેઓ ૭ ડીસેમ્બર, ૧૯૯૮નાં રોજ ગુજરાત પધાર્યા હતા અને તક્તીનું નામકરણ કર્યું હતું. તેનો સજ્જડ પુરાવો આ ફોટો છે.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, તેઓ આ ખુલાસો એટલા માટે કરી રહ્યા છે કે, કેમ કે ભાજપ દ્વારા સંકુચિત માનસિકતાને કારણે ઈતિહાસની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ભાજપે જુઠ્ઠાણું ચલાવ્યું છે કે, કેશુભાઈ પટેલ સીએમ અને અટલજી વડાપ્રધાન હતા ત્યારે એરપોર્ટનું નામકરણ સરદારના નામે થયું હતું.
પરંતુ આ ફોટો એ વાતનો સજ્જડ પુરાવો છે કે, ભાજપનો દાવો સાવ ખોટો અને પોકળ છે. તેમણે એમ પણ કહ્યું કે આ સરકારે રાજ્યસભામાં પણ આ વિષયની ખોટી માહિતી મૂકી છે. એરપોર્ટ પર આ તકતી ક્યાં છે અને તેને સાચવવાની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીની છે. ઓથોરિટી આ તકતી શોધી કાઢીને જાહેર જનતાની જાણકારી માટે મુકે.