સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન દ્વારા ૧૦માંની બોર્ડની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. CBSE બોર્ડ દ્વારા ગણિતના પેપરમાં બદલાવ કરવામાં આવ્યો છે. ૨૦૨૦થી CBSEની ૧૦માં ગણિતના ૨ પેપર અપાશે. જેમાં ગણિતમાં નબળા વિદ્યાર્થીને સરળ પેપર આપવામાં આવશે.
ઝ્રમ્જીઈ દ્વારા દેશભરમાં આ ગાઈડલાઈન આપવામાં આવી છે. ૧૦માં ધોરણ પછી મેડિકલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને CBSE દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગણિતમાં નબળાં વિદ્યાર્થીઓને રાહત મળશે. બોર્ડે ધો.૧૦-૧૨ના વોકેશનલ કોર્સની પરીક્ષા માટે દરેક વિષય મુજબની બ્લૂ પ્રિન્ટ જાહેર કરવામાં આવી છે.